________________
અભાવ થયો તે વીતરાગી ચારિત્ર છે અને સંપૂર્ણ આત્માનું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમન તે ધર્મ છે.
શુભાશુભરાગથી રહિત ભગવાન આત્મા એકલો શુધ્ધ ચૈતન્યધનસ્વરૂપ છે. એનું પોતાના શ્રધ્ધાનસ્વભાવે જે નિર્મળ વીતરાગી પરિણમન થાય તો સમ્યગ્દર્શન છે. જીવાદિ પદાર્થોનું જે ભેદરૂપ શ્રધ્ધાન તે સમ્યગ્દર્શન નહિ. એ તો રાગ છે. સમ્યગ્દર્શન તો શુધ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માના અંતરંગ શ્રધ્ધાનના રાગરહિત પરિણમનરૂપ છે.
ભાઇ ! સમ્યગ્દર્શન કોઇ અપૂર્વ અલૌકિક ચીજ છે. ધર્મી જીવ એમ વિચારે છે કે-આ શરીર, મન, વાણી, કર્મ ઇત્યાદિ અજીવ છે અને આ પુણ્ય-પાપના જે ભાવ છે તે આસ્રવ છે, બંધ છે અને એ સર્વથી જુદો પોતે જીવ જ્ઞાયકતત્ત્વ છે. એ પુણ્ય-પાપ આદિ સર્વથી લક્ષ છોડીને ભગવાન શાયકના શ્રધ્ધાનપણે થવું-પરિણમવું તે સમ્યગ્દર્શન છે. અહાહા !! જે જ્ઞાયકની અનુભૂતિના પરિણામ થતાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે અને આત્મા આનંદનું ધામ પ્રભુ આવો જ છે એવો પ્રતીતિનો ભાવ ઉપજે તે સમ્યગ્દર્શન છે. આ ધર્મનું પહેલું પગથિયું છે
સમ્યગ્દર્શન એ આત્માની પ્રતીતિરૂપ વીતરાગી પર્યાય છે. આત્મા શુધ્ધ ચિદાનંદકંદ પ્રભુ સદા વીતરાગ સ્વભાવી છે. તેના શ્રધ્ધાનરૂપ જે ભવન-પરિણમન તે સમકિત છે તે વીતરાગી પર્યાય છે.
‘જીવાદિનું શ્રધ્ધાન સમકિત’ એમ જે કહ્યું ત્યાં આ (એકેન્દ્રયાદિ) જીવ છે અને આ ઘટપટાદિ અજીવ છે એવી શ્રધ્ધાની વાત નથી પરંતુ જીવ જ્ઞાયકભાવે-વીતરાગસ્વભાવે છે અને રાગસ્વભાવે, કર્મસ્વભાવે નથી એવી સ્વભાવ-વિભાવની ભિન્નતાના શ્રધ્ધાનરૂપ જે વીતરાગી પરિણતિ થવી તે સમકિત છે.
‘જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું થયું-પરિણમવું તે જ્ઞાન છે'. અર્થાત્ જ્ઞાનની પર્યાયનું એક જ્ઞાયકના લક્ષે જ્ઞાનરૂપ પરિણમવું એને સમ્યગ્નાન કરે છે, જ્ઞાનની પર્યાયમાં શાયક આત્મા જ જણાય છે. જ્ઞાન સ્વભાવના લક્ષે પરિણમતું જ્ઞાન તે જ્ઞાન છે.
સ્વસંવેદન-પ્રત્યક્ષ સ્વરૂપના જ્ઞાનને જ્ઞાન કહ્યું છે. ચૈતન્યનું ચૈતન્યસ્વભાવે થવુંપરિણમવું તેને જ્ઞાન કહ્યું છે અને તે મોક્ષનો માર્ગ છે.
રાગાદિના ત્યાગસ્વભાવે જ્ઞાનનું એટલે આત્માનું થયું. પરિણમવું તે ધર્મ છે. આત્મા જ્ઞાનસ્વભાવે અંતર-એકાગ્ર થઇ જ્યાં પરિણમે છે ત્યાં સહેજે રાગરૂપે થતો નથી. એ પરિણમન જ રાગના અભાવસ્વરૂપ છે અને તે સમ્યક્ચારિત્ર છે. સ્વરૂપ આચરણ ચારિત્ર તે જ વીતરાગી ચારિત્ર છે.
08 Forms imm