________________
દ્રવ્યસ્વભાવની મુખતા સાધકદશાની પૂર્ણતા સુધી નિરંતર રહ્યા કરે છે અને જ્યાં દ્રવ્યસ્વભાવની જ મુખ્યતા છે ત્યાં સમ્યગ્દર્શનથી પાછા પડવાનું કદી હોતું જ નથી; તેથી સાધક જીવને સળંગપળે દ્રવ્યસ્વભાવની મુખ્યતાના જોરે શુધ્ધતા વઘતાં વઘતાં
જ્યારે કેવળજ્ઞાન થાય છે ત્યારે સંપૂર્ણ પ્રમાણ થઈ જતાં બેનયોનો વિરોધ ટળી જાય છે. તો પણ વસ્તુમાં જે દ્રવ્ય-પર્યાય બે વિરૂધ્ધ ધર્મસ્વભાવ છે તે તો ટળતા નથી. આવું નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ જાણવું અગત્યનું છે. પરમાર્થ મોક્ષકારણ (નિશ્ચય સમ્યગ્દર્શનની વ્યાખ્યા)
જીવાદિનું શ્રધ્ધાનસમકિત, જ્ઞાન તેમનું જ્ઞાન છે, (રાગાદિ-વર્જનચરણ છે, ને આ જ મુક્તિપંથ છે.”
(સમયસાર ગાથા - ૧૫૫) ગાથાર્થ જીવાદિ પદાર્થોનું શ્રધ્ધાન સમ્યકત્વ છે, તે જીવાદિ પદાર્થોનો અધિગમ જ્ઞાન છે અને રાગાદિનો ત્યાગ ચારિત્ર છે, આ જ મોક્ષનો માર્ગ છે.
ટીકાઃ મોક્ષનું કારણ ખરેખર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે તેમાં સમગ્દર્શન તો જીવાદિ પદાર્થોના શ્રધ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે છે; જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે જ્ઞાન છે; રાગાદિના ત્યાગ સ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે ચારિત્ર છે તેથી એ રીતે એમ ફલિત થયું કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રએ ત્રણે એકલું જ્ઞાનનું ભવન (પરિણમન) ' જ છે. માટે જ્ઞાન જ પરમાર્થ મોક્ષ કારણ છે.
ભાવાર્થ આત્માનું અસાધારણ સ્વરૂપ જ્ઞાન છે. વળી આ પ્રકરણમાં જ્ઞાનને જ પ્રધાન કરીને વ્યાખ્યાન છે તેથી સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેય સ્વરૂપે જ્ઞાન જ પરિણમે છે' એમ કહીને જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. જ્ઞાન છે તે અભેદ વિવક્ષામાં આત્મા જ છે એમ કહેવામાં કાંઇપણ વિરોધ નથી.
વિશેષાર્થ “જીવાદિ પદાર્થોનું શ્રધ્ધાન સમકિત છે એમ કહ્યું છે અહીં એટલો માત્ર અર્થ
નથી.
‘જીવાદિ પદાર્થોના શ્રધ્ધાન સ્વભાવે આત્માનું થવું-પરિણમવું' તે સમકિત છે. ભગવાન આત્મા અનંત જ્ઞાન અને આનંદનો સાગર છે. તેના શ્રધ્ધાનપણે જે અંતરમાં તદ્રુપ પરિણમન થાય તે સમકિત છે. અહાહા ! હું સદાય વીતરાતસ્વરૂપ જ છું, આ જે પર્યાયમાં રાગ છે એ તો આગંતુક છે, મહેમાનની જેમતે આવે ને જાય, એ કાંઇ મારી ચીજ નથી, આવો જે પ્રતીતિભાવ તે સમકિત છે. આવું જે નિર્મળ જ્ઞાન ને સમજ્ઞાન છે અને શુધ્ધસ્વરૂપના આશ્રયે જે રાગનો
-er૭૫ ના
કાકા
""""" દg