________________
(૪).
થાય, હું આ ચૈતન્ય છું પછી ક્ષણે-ક્ષણે હું જુદો છું, જુદો છું એમ જ્ઞાયક દ્રષ્ટિ જાય
તો સ્વાનુભૂતિ થાય. સ્વરૂપ થતાં જ સહજ આનંદ અંતરમાંથી પ્રગટે છે. (૫) ઉપાદન નિમિત્તની સ્વતંત્રતા: (૧) ઉપાદાન કોને કહેવું અને નિમિત્ત કોને કહેવું? આત્માની તેમજ બીજા પાંચેય દ્રવ્યોની
ત્રિકાળી સહજ શક્તિને ઉપાદાન કહેવાય છે તેમજ તેમની પર્યાયિની વર્તમાન શકિત
(લાયકાત-યોગ્યતા) ને પણ ઉપાદાન કહેવાય છે. તે ક્ષણિક ઉપાદાન છે. (૨) જે દ્રવ્યની અવસ્થામાં કાર્ય થાય છે તે સમયની અવસ્થા પોતે જ ઉપાદાન કારણ છે અને
તે વખતે તેને અનુકૂળ પદ્રવ્ય નિમિત્ત છે. તે નિમિત્તને લીધે ઉપાદાનમાં કાંઈ થતું નથી. (૩) જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે ઉપાદાન અને નિમિત્ત બંને સાથે જ હોય છે અને તે બંનેને
એક સાથે સમર્થકારણ કહેવાય છે અને ત્યાં પ્રતિપક્ષી કારણોનો અભાવ હોય જ છે. વર્તમાન પર્યાય જ સમર્થકારણ છે. નિશ્ચયથી તો વર્તમાન પર્યાય પોતે જ કારણ-કાર્ય છે અને એથી પણ આગળ વધીને કહીએ તો એક પર્યાયમાં કારણ અને કાર્ય એવા બે ભેદ પાડવા તે પણ વ્યવહાર છે. ખરેખર તો દરેક સમયની પર્યાય અહેતુક છે. પર્યાય
પોતાના ષકારકથી સ્વતંત્ર પોતાની તે સમયની યોગ્યતાથી પ્રગટ થાય છે. (૫) એક સમયમાં કોઈપણ પર્યાયની બે લાયકાત પણ હોતી નથી. અથર્િ બે પર્યાયની
લાયકાત એક સાથે ન હોય, કેમકે જે સમયે જેવી લાયકાત છે એવી પર્યાય પ્રગટે છે અને તે જ વખતે જો બીજી લાયકાત પણ હોય તો એક સાથે બે પર્યાય થઈ જાય પણ
એમ કદી બની શકે જ નહિ. આ સિધ્ધાંત અગત્યનો છે, તે દરેક ઠેકાણે લાગુ પાડવો. | (૬) કાર્યમાં નિમિત્ત કાંઈ કરતું નથી... છતાં તેને કારણ” કેમ કહ્યું? કાર્યના બે કારણો
કહેવામાં આવ્યા છે, તેમાં એક ઉપાદાન કારણ છે, તે જ યથાર્થ કારણ છે, બીજું નિમિત્ત કારણ, બે આરોપીત કારણ છે. '
ઉપાદાન અને નિમિત્ત એ બે કારણો કહેવાનો આશય એવો નથી કે બંને ભેગા થઈને કાર્ય કરે છે. જ્યારે ઉપાદાન કારણ પોતે કાર્ય કરે છે ત્યારે બીજી ચીજને આરોપ કરીને તેને નિમિત્ત કારણ કહેવાય છે. પણ ખરેખર તે કારણ નથી. તેમ છતાં જેને નિમિત્ત કહેવાય છે તે પદાર્થમાં તેવા પ્રકારની અર્થાત્મારૂપ હોવાની લાયકાત છે, તેથી તેને અન્ય પદાર્થોથી જુદુ ઓળખાવવા માટે નિમિત્ત કારણ એવી સંશા આપી છે.
નિમિત્તના બે પ્રકાર છે. (૧) ઉદાસીન અને (૨) પ્રેરકકોઈપણ નિમિત્ત ઉપાદાનમાં કાંઈ જ કરતું નથી. ઉપાદાનની અપેક્ષાએ બંને પર છે અને અકિંચિકર છે. જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે નિમિત્ત હોય જ છે એવો ઉપાદાન નિમિત્તનો સ્વભાવ છે.
Jain Education International
For Persons
Private Use Only
www.jainelibrary.org