________________
નિવૃત્તિમય છે. માટે જેટલી બાહ્ય પ્રવૃત્તિ મટાડી નિવૃત્તિ થાય તેટલો ધર્મ ! પણ ભાઈ ! આ બધો ભ્રમ છે. સમક્તિ વિના કોઈ વ્રત કે તપ સાચા હોતા નથી (રાગની રુચિથી નિવર્તવું તે સૌ પ્રથમ ધર્મ છે અને તેના વિના વ્રતાદિ સાચા હોતાં નથી).
કે
અહીં કહે છે જ્યાં અંતરમાં રાગથી જ્ઞાન ભિન્ન પડત્યું ત્યાં શુધ્ધતાના પરિણમનનીજ્ઞાનમય પરિણમનની ધારા અખંડ ધારાવાહી ચાલે છે. ભલે સાથે કાંઈક, અશુધ્ધતાનું પરિણમન હોય, પરંતુ શુધ્ધતાની ધારા તો નિરંતર ચાલે છે. અહાહા ! જ્ઞાનાનંદ સ્વભાવની નિર્મળ પરિણતિ જે પ્રગટ થઈ તેની ધારા તો અખંડ-અતૂટ રહે છે. એ જ કહે છે-“ધારાવાહી જ્ઞાન એટલે પ્રવાહરૂપ જ્ઞાન-અતૂટક જ્ઞાન'.
તે બે રીતે કહેવાય છે એક તો જેમાં વચ્ચે મિથ્યાજ્ઞાન ન આવે એવું સમ્યજ્ઞાન ધારાવાહી જ્ઞાન છે.
- શું કહ્યું આ? ઉપયોગ ભલે પરમાં હોય, પણ જેમાં મિથ્યાદષ્ટિપણું ન આવે અને સમ્યગ્દર્શન રહે એવું જે સમ્યગ્નાન તે ધારાવાહી જ્ઞાન છે. રાગથી ભિન્ન પડેલું જ્ઞાન ધારાવાહી અખંડ રહે છે. આત્મા રાગથી ભિન્ન છે. એવું જેને અંતર્દષ્ટ વડે ભાન થયું તેને ભલે કિંચિત્ રાગ આવે પણ તેને જે શુધ્ધતા પ્રગટી છે. તે અખંડ ધારાવાહી છે. મિથ્યાજ્ઞાન ન આવે ત્યાં સુધી ધારાવાહી શાન છે. મિથ્યાત્વ ન આવે ત્યાં સુધી સમ્યગ્દર્શન-જ્ઞાનની ધારા ચાલે છે. આ એક પ્રકાર છે.
હવે બીજો પ્રકાર :- ‘બીજું એક જ શેયમાં ઉપયોગના ઉપયુક્ત રહેવાની અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહીપણું કહેવામાં આવે છે, અર્થાત્ જ્યાં સુધી ઉપયોગ એક શેયમાં ઉપયુક્ત રહે છે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે' પોતાનો એકરૂપ જે જ્ઞાયકભાવ તેને જ્ઞેય કહીએ, તેમાં ઉપયોગ સ્થિર થવાની અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહીપણું કહેવાય છે.
પહેલા પ્રકારમાં ઉપયોગથી (ઉપયોગની સ્થિર રહેવાની) વાત નથી. ત્યાં સમ્યગ્દર્શન અને સમ્યગ્સાન હોવાથી ભેદજ્ઞાનની જ્ઞાનમય પરિણમનની ધારા અખંડ રહે છે.
બીજા પ્રકારમાં આત્મા પોતાના ધ્યાનમાં જ્ઞાતા, જ્ઞાન, શેયના ભેદથી રહિત એક ઉપયોગમાં પડડ્યો હોય, એક આત્મામાં જ લીન હોય તેને ધારાવાહી જ્ઞાન કહે છે. આ બીજા પ્રકારમાં ઉપયોગના સ્થિરતાની વાત છે.
આની સ્થિતિ (છદ્મસ્થને) અંતમુહૂર્વે જ છે. છદ્મસ્થને તે ઉપયોગ અંતમુહૂર્ત જ રહે છે. વધારે નહીં માટે એટલા કાળ માટે ધારાવાહી કહેવાય છે. ઉપયોગ અંદર ન રહી શકે ત્યારે ત્યાંથી બહાર આવી જાય છે એટલે ઉપયોગ ખંડિત થાય છે, માટે જ્યાં સુધી ઉપયોગ અંતરમાં લવલીન રહે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે.
Jain Education international
Perso& Private Use Only
www.jainelibrary.org