________________
જ્ઞાની સદાય અચ્છિન્નધારાવાહી આત્માની શુધ્ધદ્રષ્ટિપણે પરિણમતો હોવાથી તે અચ્છિન્તપણે શુધ્ધ જ્ઞાનમય પરિણમનને પ્રાપ્ત થાય છે. તેના જ્ઞાન અને આનંદના વંદનરૂપ પરિણમનમાં તૂટ-ભંગ પડતો નથી. જ્ઞાનની ધારાવાહી એકાગ્રતાની પ્રગટતા અને રાગમય ભાવનો નિરોધ થવો તેનું નામ અંબર છે.
ધારાવાહી જ્ઞાન એટલે શું?
શ્લોકાર્થ-૧૨૭ : જો કોઈપણ રીતે (તીવ્ર પુરૂષાર્થ કરીને) ધારાવાહી જ્ઞાનથી શુધ્ધ આત્માને નિશ્ચયપણે અનુભવ્યા કરે તો આ આત્મા, જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે. (અર્થાત્ જેની આત્મસ્થિરતા વધતી જાય છે) એવા આત્માને પર પરિગતિના નિરોધથી શુધ્ધ જ પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ : ધારાવાહી જ્ઞાન વડે શુધ્ધ આત્માને અનુભવવાથી રાગ-દ્વેષ મોહરૂપ પરપરિણતિનો (ભાવસ્રવોનો) નિરોધ થાય છે અને તેથી શુધ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. ધારાવાહી જ્ઞાન એટલે પ્રવાહરૂપ જ્ઞાન-અતૂટક જ્ઞાન. તે બે રીતે કહેવાય છેઃ
(૧) એક તો જે માં વચ્ચે મિથ્યાજ્ઞાન ન આવે એવું સમ્યજ્ઞાન ધારાવાહી જ્ઞાન છે. (૨) બીજું એક જ શેયમાં ઉપયોગના ઉપયુક્ત રહેવાની અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહીપણું કહેવામાં આવે છે અર્થાત્ જ્યાં સુધી ઉપયોગ એક શેયમાં શેયયુક્ત રહે છે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે. આની સ્થિતિ (છદ્મસ્થને) અંતમુર્હુતે જ છે, પછી તે ખંડિત થાય છે.
આ બે અર્થમાંથી જ્યાં જેવી વિવક્ષા હોય તેવો અર્થ સમજવો. અવિરત સમ્યગ્દષ્ટિ વગેરે નીચેના ગુણસ્થાનવાળા જીવોને મુખ્યત્વે પહેલી અપેક્ષા લાગુ પડે. શ્રેણી ચડનાર જીવને મુખ્યત્વે બીજી અપેક્ષા લાગુ પડે કારણ કે તેનો ઉપયોગ શુધ્ધ આત્મામાં જ ઉપયુક્ત છે.
કળશ ૧૨૭ : ભાવાર્થ ઉપરનું પ્રવચન
‘ધારાવાહી જ્ઞાન વડે શુધ્ધ આત્માને અનુભવવાથી રાગ-દ્વેષ મોહરૂપ પરપરિણતિનો (ભાવસ્રવોનો) નિરોધ થાય છે અને તેથી શુધ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે.’ રાગની એકતાબુધ્ધિમાં ધારાવાહી અશુધ્ધતાનો-પુણ્ય-પાપરૂપ વિકારનો અનુભવ હતો અને જ્યાં જ્ઞાન રાગથી ભિન્ન પડી શુધ્ધ આત્માને અનુભવવા લાગ્યું ત્યાં ધારાવાહી જ્ઞાનમય પરિણમન થયું અને ત્યારે પુણ્ય-પાપરૂપ ભાવાસ્ત્રવો અટકી જવાથી શુધ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. અહો આવું ભેદજ્ઞાન અલૌકિક વસ્તુ છે.
અહા ! આવા જ્ઞાનના સ્વરૂપને સમજ્યા વિના કોઈ માને કે અમે ધર્મ કરીએ છીએ તો તે બાહ્ય વ્રત, તપ, ત્યાગ આદિ ક્રિયાકાંડને જ જૈન ધર્મ માને છે. તે માને છે કે વિતરાગનો ધર્મ
Jain Education International
For Personel & Private Use Only
www.jainelibrary.org