________________
(૧૨) વીતરાગતા” (૧) જૈન ધર્મ વસ્તુના યથાર્થ સ્વરૂપનું નિરૂપણ કરે છે. સત્ ને સત્ તરીકે સ્થાપે છે અને
અને અસત્ તરીકે સ્થાપે છે. (૨) વીતરાગરૂપ ભાવને ભલો કરીને તેનું સ્થાપન કરે છે અને રાગ-દ્વેષ-અજ્ઞાન ભાવોને
બૂરા કહીને તેનો નિષેધ કરે છે અર્થાત્ તેને છોડવાનું પ્રરૂપણ કરે છે. કોઈપણ જીવ
તેમજ વસ્તુને ભલી-બૂરી કહેતો નથી. (૩) ગુણને ભલા કહે છે અને અવગુણને બૂરા કહે છે. (૪) જૈનોમાં ગુણની અપેક્ષાએ પૂજા સ્વીકારવામાં આવી છે. (૫) જૈન દર્શનનું મૂળ ભેદ વિજ્ઞાન છે. ગુણ તેમજ અવગુણને જેમ છે તેમ જાણવા
જોઈએ.. (૬) સમ્યફ પ્રકારે પૂર્ણતાના લક્ષે શરૂઆત કરીને ક્રમે ક્રમે રાગ-દ્વેષ ટાળીને વીતરાગતા
પ્રગટ કરવી એ ધર્મનું પ્રયોજન છે. (૭) જૈન મતમાં અન્ય મિથ્યામતો (વિપરીત માન્યતાઓનું) ખંડન કરવામાં ક્યાં આવે
છે ત્યાં પણ વાદવિવાદનું પ્રયોજન નથી. સત નિર્ણયનું જ પ્રયોજન છે. પોતાના જ્ઞાનને પ્રમાણિક અને સ્પષ્ટ બનાવવા માટે તેમજ સની દઢતા માટે જ તે જાણવું
યોગ્ય છે. રાગ-દ્વેષની વૃધ્ધિ કરવા માટે તે નથી. (૮) જૈન ધર્મ તો વીતરાગભાવ સ્વરૂપ છે. પહેલાં સમ્યગ્દર્શનરૂપી જૈન ધર્મ પ્રગટતાં
શ્રધ્ધામાં વીતરાગભાવ પ્રગટે છે - જ્ઞાનમાં વીતરાગભાવ પ્રગટે છે અને પછી
સમ્યફચારિત્રરૂપ જૈન ધર્મ પ્રગટતાં રાગ ટળીને સાક્ષાત વીતરાગભાવ પ્રગટે છે. (૯) આ રીતે પહેલેથી છેલ્લે સુધી વીતરાગભાવ જ પ્રયોજન છે. (૧૦) આત્માનો સ્વભાવ જ્ઞાન છે અને જ્ઞાનનો સ્વભાવ બધાને માત્ર જાણવાનો છે.
જાણવામાં કાંઈપણ રાગ-દ્વેષ કરવો તે જ્ઞાનનો સ્વભાવ નથી. જે રાગ થાય તે જ્ઞાન સ્વભાવથી ભિન્ન છે. આવું ભેદજ્ઞાન કરવું તે ધર્મી જીવોનું કર્તવ્ય છે. ભેદજ્ઞાન જ
ધર્મ છે. (૧૧) જીવને દરેક પ્રસંગે, દરેક સમયે, દરેક પયયિ વીતરાગભાવ જ કર્તવ્ય છે? (૧૨) જેમ દેશ, કુટુંબ કે શરીરાદિ કોઈપણ કારણે રાગ-દ્વેષ કર્તવ્ય નથી. તેમ દેવ-ગુરૂ
ધર્મના કારણે પણ રાગ-દ્વેષ કર્તવ્ય નથી. પણ જ્ઞાન અને વીતરાગભાવ જ ત્રણે કાળ કર્તવ્ય છે.
દાદા દાદાના
ers. ૬ &
EYE STRI
"Effer Free