________________
(૧૧) ભાઈ ! પર કે રાગાદિ તો કામ નહીં આવે, પરંતુ કષાયની મંદતાથી થયેલું આ
ક્ષયોપશમ જ્ઞાન પણ કામ નહીં આવે. જ્ઞાયક સ્વભાવના નિર્ણયમાં વિકલ્પ કે વાણી
સહાયક નથી. તેથી રાગ કે વાણી આત્માને લાભદાયક નથી. (૧૨) “અનુભવ કરું' એવા વિકલ્પન કર્તા બુદ્ધિથી અનુભવ થતો નથી, “નિર્વિકલ્પ થાઉ”
એવા વિકલ્પથી નિર્વિકલ્પ થવાતું નથી, પણ હું તો “નિર્વિકલ્પ સ્વરૂપ જ છુંએવી એકાગ્રતામાં - ભાવનામાં - નિર્વિકલ્પ દશા સહજ પ્રગટ થઈ જાય છે. સ્વભાવરૂપ પરિણમન સહજ થાય છે. તેને વિકલ્પની જરૂર નથી. વિભાવરૂપ પરિણમન સહજ
થતા નથી. (૧૩) નિજ વસ્તુમાં અભેદ થતાં તેનો અનુભવ થાય છે, ભેદરૂપ (જુદાં) રહીને તેનો
અનુભવ થતો નથી. ભેદ, અભેદને સમજાવવા માટે છે, અભેદનો મહિમા આવે તે
માટે છે, ભેદમાં અટકવા માટે નહીં. (૧૪) રાગના ભેદ પાડે તે ધ્યાન નથી, પરંતુ રાગને જુદો કરે રાગથી જ્ઞાન ભિન્ન છે એમ
ભેદ પાડે તે ધ્યાન છે. તે ધર્મ ધ્યાન છે. જીવનમાં પ્રસંગે-પ્રસંગે અને ધર્મમાં પયિપથયિ ભેદજ્ઞાન કરવું એ જ આત્માનુભૂતિ માટેનો સરળ ઉપાય છે. “શાન ને રાગ
ભિન્ન છે' એ મંત્ર છે. (૧૫) હે શુભભાવો ! તમે તીવ્ર કષાય મંદ કર્યો પણ રાગને ટાળ્યો નહીં. પણ મારે તો
અકષાયી સ્વભાવના આશ્રયે કષાય ટાળવો છે. માટે મારે તમારી પણ જરૂર નથી. હવે તમે દૂર થાવ. નહીંતર હું તો ભેદજ્ઞાન વડે તમને દૂર કરીશ જ. તત્ત્વનો નિર્ણય, હું શુદ્ધ ચિદ્રુપ જ છું' એને ભેદજ્ઞાન, ‘સર્વથા સર્વથી ભિન્ન છું' આ બે પ્રયોગાત્મક મહામંત્ર છે.
Ja
Education international
For Person 2 U Private Use Only
www.jainelibrary.org