________________
(૭) મુમુક્ષુઓને ભલામણ મુમુક્ષોએ શાસ્ત્રોનો સૂક્ષ્મદષ્ટિથી અને મધ્યસ્થપણે અભ્યાસ કરવો. સશાસ્ત્રોનો ધર્મબુધ્ધિ વડે અભ્યાસ કરવો, તે સમ્યગ્દર્શનનું કારણ છે, નિમિત્ત છે. આ ઉપરાંત શાસ્ત્ર અભ્યાસમાં નીચેની બાબતો લક્ષમાં રાખવી. (૧) સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે. (૨) સમ્યગ્દર્શન પ્રગટ કર્યા સિવાય કોઈપણ જીવને સાચાં વ્રત, સામાયિક, પ્રતિક્રમણ, તપ,
પ્રત્યાખ્યાન વગેરે ક્રિયાઓ હોય નહિ, કેમ કે તે કિયાઓ પ્રથમ પાંચમા ગુણસ્થાને
શુભભાવરૂપે હોય છે. (૩) શુભભાવ જ્ઞાની અને અજ્ઞાની બંનેને થાય છે પણ અજ્ઞાની જીવ એમ માને છે કે તેનાથી
ધર્મ થશે પણ જ્ઞાનીને તે હેયબુધ્ધિએ હોવાથી તેનાથી ધર્મ થશે એમ તેઓ કદી માનતા
નથી. (૪) આ ઉપરથી શુભભાવ કરવાની ના પાડવામાં આવે છે એમ સમજવું નહિં; પણ તે આ શુભભાવને ધર્મ માનવો નહિ તેમજ તેનાથી કમેકમે ધર્મ થશે એમ માનવું નહિ; કેમકે તે
વિકાર હોવાથી અનંત વીતરાગી દેવોએ તેને બંધનું કારણ કહ્યું છે. (૫) જિનમતમાં તો એવી પરિપાટી છે કે પહેલાં સમ્યકત્વ હોય પછી વ્રત હોય. હવે સમ્યકત્વ
તો સ્વ-પરનું યથાર્થ શ્રધ્ધાન કરતાં થાય છે, માટે પ્રથમ સમ્યગ્દષ્ટિ થવું. (૬) દરેક વસ્તુ દ્રવ્ય-ગુણ-૫ર્યાયથી સ્વતંત્ર છે. એક વસ્તુ બીજી વસ્તુનું કાંઈ કરી શકે નહિ -
પરિણમાવી શકે નહિ, લાભ-નુકસાન કરી શકે નહિ, મારી-જીવાડી શકે નહિ, પ્રેરણા કરી શકે નહિ, અસર-મદદ કે ઉપકાર કરી શકે નહીં. દરેક દ્રવ્યની-દરેકદ્રવ્ય-ગુણ-પર્યાયની
સ્વતંત્રતા અનંત જ્ઞાનીઓએ પોકારી પોકારીને કહી છે. (૭) પહેલાં ગુણસ્થાને જિજ્ઞાસુ, જીવોને જ્ઞાની પુરૂષોના ધર્મોપદેશનું શ્રવણ, નિરંતર તેમનો
સમાગમ, સત્શાસ્ત્રોનો અભ્યાસ, વાંચન-મનન, દેવદર્શન, પૂજા, ભક્તિ, દાન વગેરે શુભભાવો હોય છે પરંતુ પહેલા ગુણસ્થાને સાચાં વ્રત-તપ-વગેરે હોતાં નથી.
શ્રાવકના બાર વ્રત પાંચમી ગુણ સ્થાને હોય છે. મુનિના અઠાવીસ મૂળ ગુણ છઠ્ઠા ગુણસ્થાને હોય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ ' એવું જિનવચન હોવાથી માર્ગ તો શુધ્ધરત્નત્રય જ છે.
નિજ પરમાત્માના સમ્યકજ્ઞાન-શ્રધ્ધાન-અનુષ્ઠાન રૂપ શુદ્ધ રત્નત્રય માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે. મોક્ષમાર્ગ ત્રણકાળ-ત્રણ લોકમાં એક જ છે.
-
.
....
.
- - Jain Education International
-
For Personal Private Use Only
www.jainelibrary.org