________________
(૧૧) ધર્મનું મૂળ : ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. સુખની શરૂઆત થાય છે. જે જીવ અદ્વૈતને દ્રવ્ય-ગુણ - પર્યાયથી જાણ છે, તે જીવ દ્રવ્ય-ગુણપર્યાયત્મક નિજ આત્માને જાણીને પોતાના આનંદમય-અખંડ-અભેદ ત્રિકાળી શુધ્ધ દ્રવ્ય-સામાન્યનો અંતરમાં આશ્રય કરે છે અને તે આશ્રયથી - એક સમયની સ્વભાવમાં એકાગ્રતાથી તેનો મિથ્યાત્ત્વ મોહ નાશ પામે છે અને તેને મોક્ષના - સુખરૂપ બીજભૂત સમ્યગ્દર્શન અને સ્વાનુભૂતિ પ્રગટ થાય છે.
(૧૨) ધર્મનો આધાર કોના પર છે? : એક તરફ સ્વભાવ છે. તે સ્વભાવ અનંત સામર્થ્યથી ભરપુર છે. બીજી તરફ અનિત્ય-ક્ષણભંગુર - પુદ્ગલ દ્રવ્યરૂપી સંયોગો છે. વર્તમાન જ્ઞાનની અલ્પજ્ઞ દશા હોવા છતાં પણ જો.... તે વર્તમાન જ્ઞાનની પર્યાયની દૃષ્ટિ કોના પર છે તેના પર ધર્મનો આધાર છે.
જો દષ્ટિ પોતાના નિજ સ્વભાવ (દ્રવ્ય) પર છે તો ધર્મ છે અને જો દૃષ્ટિ સંયોગો (પર્યાય) કે નિમિત્ત પર છે તો અધર્મ છે.
આ રીતે ધર્મનું સ્વરૂપ સંક્ષિપ્તમાં જાણવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org