________________
(૧) જૈન દર્શનનું સ્વરૂપ (૧) વસ્તુનું યથાર્થ નિરૂપણ કરનાર વિશ્વનો ધર્મ : (૨) ધર્મની વ્યાખ્યા મુખ્ય ચાર જુદી જુદી રીતે કરવામાં આવી છે.
(અ) વસ્તુના સ્વભાવરૂપ ધર્મ (બ) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની-ત્રિરત્નત્રયની એકતા રૂપ મોક્ષમાર્ગ-ધર્મ (ક) ઉત્તમ ક્ષમા આદિ દશ લક્ષણરૂપ ધર્મ
(ડ) અહિંસા પરમો ધર્મ (૩) વસ્તુ અનાદિ અનંત છે. વસ્તુનો સ્વભાવ ધર્મ છે. ધર્મ પણ અનાદિ અનંત ત્રિકાળ
સત્ છે. (૪) આ ધર્મનો કોઈ સ્થાપક નથી. અરિહંત અને સિધ્ધ જે પૂર્ણ દશા પ્રાપ્ત કરે છે તે
ભગવાન - પરમાત્મા કહેવાય છે. (૫) વીતરાગ પ્રભુ તીર્થકર માત્ર ધર્મના પ્રદર્શક છે, સ્થાપક નથી. ભગવાન જગતના હર્તા-કર્તા નથી. માત્ર જ્ઞાતાદણા છે.
એ (૬) “વીતરાગતા” એ જ જૈન દર્શનનો સાર છે. ચારે ય અનુયોગોનું તાત્પર્ય “વીતરાગતા”
જ છે. (૭) જૈન દર્શન શ્રેષ્ઠ છે, તેનું કારણ તેની પરિપૂર્ણતા, સત્યતા, નિરાગીતા અને
જગહિતસ્વીતા. (જગતના નાના મોટા બધા જીવોનું એમાં હિત સમાયેલું છે.) (૮) ધર્મનું શ્રેષ્ઠ આલંબન નિજ શુધ્ધ ભગવાન આત્મા, કારણ પરમાત્મા, શાકભાવ,
પરમપરિણામિક ભાવ જ છે. 'સહજ આત્મસ્વરૂપ પરમગુરૂ અને બહિરંગ આલંબન પંચ પરમેષ્ઠી છે.
(૧) અરિહંત, ૨) સિધ્ધ, (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય, (૫) સાધુ આ પંચ પરમેષ્ઠી જ પૂજનીય છે, માંગલિક છે અને શરણ દેનાર છે. ધર્મનું સર્વશ્રેષ્ઠ
નિમિત્ત છે. (૯) ધર્મ કરવાનું પ્રયોજનઃ દરેક જીવને સુખ જોઈએ છે. દુઃખ કોઈને જોઈતું નથી. - દુઃખના કારણો દૂર થવાથી સુખની પ્રાપ્તિ થાય છે. દુઃખના મુખ્ય કારણ ત્રણ છે -
(૧) મિથ્યાત્વ (સ્વરૂપ સંબંધી વિપરીત માન્યતા), (૨) અજ્ઞાનતા, (૩) અસંયમ. (૧૦) ધર્મનો મર્મ આત્મા પોતાના સ્વભાવ સામર્થ્યથી પૂર્ણ છે. તે પરથી અત્યંત ભિન્ન
છે. ભગવાન આત્મા ચૈતન્યનો, આનંદનો પરમ સુખધામ છે. બધા જ પરદ્રવ્યો અને જીવો તેના માટે પુગલ સમાન છે. આવી પોતાના સ્વભાવ સામર્થ્યની અને પરની ભિન્નતા જાણીને, સ્વાનુભૂતિથી - આત્માનુભૂતિથી - આત્મા શુદ્ધતા પામે એ જ ધર્મનો મર્મ છે.
Jain Education International
For Personal & Private Use Only
1
www.jainelissary.org -
- -