________________
નિવેદન - જિનઆદેશ એક જ મોક્ષમાર્ગ પરમાત્મા દર્શન
યોગસારનો અર્થ તો એ છે કે યોગ એટલે આત્મસ્વભાવનો વેપાર ને તેનો સાર; યોગ એટલે જોડાવું-ચૈતન્યપૂરણ દ્રવ્યસ્વભાવ સાથે જોડાણ કરવું, તેમાં એકાગ્રતા કરવીને તેનો સાર એટલે પરમાર્થ મોક્ષમાર્ગ.
“નિજ દર્શન બસ એક છે, અન્યન કિંચિત્માન;
હે યોગી ! શિવ હેતુ એ, નિશ્ચયથી તું જાણ.” (૧) આત્મદર્શન એ જ મોક્ષનું કારણ છે.
હે ધર્માત્મા!આ આત્માનું દર્શન તે એક જ દર્શન મોતનો માર્ગ છે. આત્મા એક સમયમાં અનંતગુણ સમ્પન્ન પ્રભુ છે, તેના દર્શન એટલે કે પહેલાં શાસ્ત્ર પધ્ધતિથી એવા આત્માને જાણીને-સર્વજ્ઞના કથન દ્વારા બતાવેલી રીતે વડે આત્માને પહેલાં જાણીને મન-વચનને કાયાથી ભિન્ન, પુણય-પાપના રાગથી જુદો ને ગુણી અને ગુણના ભેદથી રહિત એવા આત્માના દર્શન એ જ મોક્ષનો માર્ગ છે.
આત્માના દર્શન એટલે કે જ્યાં મનનું પહોચવું નથી, વાણીની ગતિ નથી, કાયાની ચેષ્ટા જ્યાં કામ કરતી નથી, વિકલ્પનો જ્યાં અવકાશ નથી અને ગુણી-ગુણના ભેદનું જ્યાં અવલંબન નથી, એવો જે અભેદ અખંડ એકરૂપ આત્મા તેનું અંતર દર્શન કરવું, પ્રતીત કરવી તે એક જ આત્મદર્શન સમ્યફદર્શન કહેવાય છે. તે સમફદર્શન એક જ મોક્ષનો માર્ગ છે. અભેદ અખંડ શુધ્ધ આત્માને અનુસરીને તેનો અનુભવ કરવો તે એક જ સમ્યગ્દર્શન છે, એ સિવાય બીજો કોઈ. પ્રકાર સમ્યગ્દર્શનનો નથી. એકરૂપ અભેદ અખંડ ચૈતન્ય તે આત્મા અને તેનું દર્શન-અંતરમાં તેનો અનુભવ કરીને પ્રતીત કરવી તે એક જ સમ્યગ્દર્શન છે, તે એક જ મોક્ષમાર્ગ છે, બે સમ્યગ્દર્શન નથી તેમજ બે મોક્ષમાર્ગ નથી. '
આત્માનું દર્શન એક જ-એમ કહેતા આત્મા સિવાય બીજી ચીજો પણ છે ખરી, અજીવ છે, મન-વચન-કાયાની અજીવ ચેષ્ટાઓ પણ છે, અંદર આત્મસ્વભાવમાં જેનો અભાવ છે એવા પુણ્ય-પાપનો રાગ પણ છે-એમ તેમાં આવી ગયું. વિકલ્પના વિચાર વખતે મન પણ છે, વાણીથી કરે છે ને સાંભળે છે એ પણ છે, પણ એ બધાં આત્મદર્શનના કામ કરતાં નથી. ..
કોઇ કહે છે કે સમ્યગ્દર્શન બે પ્રકારે છે, જ્ઞાન બે પ્રકારે છે, ચારિત્ર બે પ્રકારે છે, તો અહીં કહે છે કે ના, બે પ્રકારે છે જ નહીં, કથન ભલે વ્યવહાર અને નિયયથી બે પ્રકારે આવે પણ નિશ્ચય સમ્યગ્દર્શન તે એક જ સમ્યગ્દર્શન છે.
Jain Education International
ers
& Se S CA -
થાપાનાપાયથાવાર Org