________________
હવે જ્યારે આવું નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે. ત્યારે તેની સાથે જ્યારે ઉપયોગ સ્વભાવની બહાર હોય ત્યારે
(૧) સાચા દેવ-ગુરૂ-શાસ્ત્રના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન અને શ્રધ્ધા (૨) જીવાદિ તત્ત્વોનું યથાર્થજ્ઞાન અને શ્રધ્ધા (૩) સ્વ-પરની ભિન્નતાનું યથાર્થ શ્રધ્ધાન . (૪) સ્વનું યથાર્થ શ્રધ્ધાન-હું જ્ઞાયક ભગવાન આત્મા છું એવું વ્યવહાર જ્ઞાન-શ્રધ્ધાન હોય છે તેને વ્યવહાર સમ્યગ્દર્શન કરે છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેય એકલું જ્ઞાનનું પરિણમન જ છે. માટે જ્ઞાન જ પરમાર્થ મોક્ષકારણ છે. એકલો આત્મા સ્વયં સહજ નિર્મળ રત્નત્રયરૂપ પરિણમે છે. વિતરાગતાનું પરિણમન દ્રવ્યસ્વભાવના લક્ષે જ થાય છે, બસ એટલું જ. બીજું કોઈ કારણઉપાય નથી. ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ અતિન્દ્રિય આનંદરૂપે પરિણમે એ એક જ મોક્ષનો માર્ગ છે. (૮) શુધ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સંવર-નિર્જરાઃ શુધ્ધ આત્માને જાણતો-અનુભવતો જીવ શુધ્ધ આત્માને જ પામે છે સુખને પ્રાપ્ત કરે છે. વર્તમાન જ્ઞાનની પર્યાધિ-ઉપયોગ જ્યારે સ્વભાવમાં સ્થિર હોય છે ત્યારે જ ભાવ સંવર-નિર્જરા-મોક્ષ થાય છે અને તે સમયે દ્રવ્યકર્મનું અટકવું-ખરી જવું. પૂર્ણ ખરી જવું તેને દ્રવ્ય સંવર-નિર્જરા મોક્ષ કહેવામાં આવે છે. (૯) જે જીવ અખંડ ધારાવાહી શાનથી આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે છે તેને મોહ રાગ-દ્વેષરૂપી ભાવાસ્ત્રવો રોકાય છે તેથી તે શુદ્ધ આત્માને પામે છે.
ધારાવાહી જ્ઞાન એટલે પ્રવાહરૂપ જ્ઞાન-અતૂટક જ્ઞાન-એ બે રીતે કહેવાય છે.
(૧) જેમાં વચ્ચે મિથ્યાજ્ઞાનન આવે એવું સમજ્ઞાન ધારાવાહી જ્ઞાન છે. જેવું સ્વરૂપ છે તેવું સદાય માનવું હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું (યથાર્થ નિર્ણય) અને સર્વથા સર્વથી ભિન્ન છું'(ભેદજ્ઞાન).
(૨) એક જ શેયમાં (શુદ્ધ આત્મામાં) ઉપયોગના ઉપયુક્ત રહેવાની અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહીપણું કહેવામાં આવે છે
શિવ સ્થિર થવાની અદલાબેને “કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન-દેહ છતાં નિર્વાણ."
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
K