________________
૮૩
એટલે છ દ્રવ્યોની પર્યાયોનો પ્રત્યેક સમયે આપસમાં નિમિતનૈમિત્તિક સંબંધ બનતો જ રહે છે. આ સત્ય નો સ્વીકાર કરવો યોગ્ય છે.
# ઉપાદાન-ઉપાદેય/ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ
♦ જેમ ઘડારૂપ કાર્ય માટીરૂપ ઉપાદાનકારણનું ઉપાદેય છે તે જ ઘડારૂપ કાર્ય કુંભારરૂપ નિમિત્ત કારણનું નૈમિત્તિક કાર્ય છે. તાત્પર્ય એ છે કે માટી અને ઘડામાં ઉપાદાન– ઉપાદેય સંબંધ છે, જયારે કુંભાર અને ઘડામાં નિમિતનૈમિત્તિક સંબંધ છે.
• હવે આ જ સિદ્ધાંતને સમ્યગ્દર્શનરૂપ કાર્યમાં ઘટીત કરીએ તો આ રીતે કરી રાકાય આત્મદ્રવ્ય અથવા શ્રદ્ધાગુણ ઉપાદાન છે અને સમ્યગ્દર્શન ઉપાદેય છે. એ જ રીતે મિથ્યાત્ત્વ કર્મનો અભાવ અથવા સદ્ગુરૂનો ઉપદેશ નિમિત્ત છે અને સમ્યગ્દર્શન નૈમિત્તિક છે.
અહીં કાર્ય-કારણ સંબંધી વાત થતી હોવાથી એ સ્પષ્ટ કરવામાં આવે છે કે જે કાર્ય ને નિમિત્તની અપેક્ષાએ નૈમિત્તિક કહેવામાં આવે છે એ જ કાર્યને ઉપાદાનની અપેક્ષાએ ઉપાદેય કહેવામાં આવે છે.
આ રીતે આ સુનિશ્ચિત થયું કે ઉપાદાન-ઉપાદેય સંબંધ અને નિમિત્તનૈમિત્તિક સંબંધ કારણકાર્ય સંબંધના જ રૂપ છે, જે પ્રત્યેક કારણ-કાર્યના સંબંધના અનિવાર્ય રૂપથી ઘટિત થાય છે. આ રીતે પ્રત્યેક કાર્ય નિયમથી ઉપાદેય પણ છે અને નૈમિત્તિક પણ છે. ઉપાદાનની અપેક્ષાએ ઉપાદેય છે અને નિમિત ની અપેક્ષાએ નૈમિત્તિક છે.
જયારે પર્યાયગત ઉપાદાનની તૈયારી હોય ત્યારે કાર્ય થાય છે અને તે સમયે યોગ્ય નિમિત્ત પણ હોય છે. તેને શોધવા જવું પડતું નથી. જયારે ઉપાઠાનમાં કાર્ય થાય છે તેને અનુકૂળ નિમિત્ત હોય જ છે. નિમિત્તોને અનુસાર કાર્ય થતું નથી. કાર્યની અનુસાર નિમિત્ત કહેવાય છે.
પર દ્રવ્ય કોઈ જખરજસ્તી કોઈના ભાવ બગાડતું તો નથી. જયારે પોતાના ભાવ બગડે છે ત્યારે કોઈ બાહ્ય નિમિત્ત હોય છે અને તે નિમિત્ત સિવાય પણ ભાવ બગડે છે, એટલે નિયમથી નિમિત્ત પણ નથી. આ રીતે ભાવ ભંગડવા એ સ્વતંત્ર ક્રિયા છે. પરદ્રવ્યો કાંઈ કોઈના ભાવ બગાડી શકે એમ નથી આ રીતે પરદ્રવ્યો નો દોષ દેખવો તે મિથ્યાત્ત્વ છે.
.
ન તો નિમિત્ત ઉપાઠાનમાં બળથી કાંઈ કરે છે નિમિત્તોને બળપૂર્વક લાવે છે, બંન્નેનો સહજ
For Personal & Private Use Only
Jain Education International
અને ન તો ઉપાદાન કોઈ
ન
છે. નિમિત્ત-નૈમિત્તિક
www.jainelibrary.org