SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે. તે વીતરાગ સ્વરૂપ કેવળજ્ઞાનને હું ત્રણ યોગ (મન,વચન,કાયા) ની સાધનાથી નમસ્કાર કરું છું. ૫. પં. ટોડરમલે મોક્ષમાર્ગ પ્રકાશક માં આજ વાતને નમસ્કાર કર્યા છે. મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન, નમો તાહિ જાતે ભયે, અરિહંતાઢિ મહાન ઠેકઠેકાણે જિન વાણીમાં ભગવાન અરિહંતનો મહિમા સર્વજ્ઞતા અને વીતરાગતાના કારણે ગાવામાં આવ્યો છે. ૬ અરિહંતનું જ્ઞાન પં. દૌલતરામે એને આવી રીતે કહ્યું છે – સકલ શેય જ્ઞાચકઽષિ નિજાનંદ રસલીન 1 સો જિનેન્દ્ર જયંત નિત્ અરિજર્હસ વિહીન II દરેક આત્માનો અસાધારણ સ્વભાવ જાણવાનો છે. એ પણ પ્રત્યક્ષ છે કે જાણવાની પ્રક્રિયા પણ એવી છે કે એ પોતાને જાણતો થકો પરને જાણે છે. આગમમાં પણ જ્ઞાનનો સ્વભાવ સ્વ-પર પ્રકાશક બતાવવામાં આવ્યો છે. આત્મા સ્વ અને પરને એક સાથે જ જાણે છે. પણ અજ્ઞાની જીવ જાણતી વખતે એક ને મુખ્ય અને એક ને ગૌણકરી જાણે છે. જ્ઞાની સ્વને મુખ્ય કરી જાણે છે – અજ્ઞાની પરને મુખ્ય કરી જાણે છે. જ્ઞાનની સ્વ અને પરની જાણવાની પ્રક્રિયા ૧. જગતના પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વ ચતુષ્ટમાં જ સીમીત રહે છે. આત્મા પણ એક દ્રવ્ય છે એટલે એનું કાર્યક્ષેત્ર જે પણ હોય તે પોતાના સ્વક્ષેત્ર અર્થાત્ અસંખ્ય પ્રદેશોમાં જ થરો અને પોતપોતાના ઉત્પાદ ના કાળક્રમ અનુસાર પોતે પોતાના ગુણોના ભાવ અર્થાત્ કાર્ય પર્યાયને અનવરત રૂપ થી પોતાના સ્વક્ષેત્રમાં જ કરતો રહે છે. ૨. અન્ય કોઈનો પણ એમાં કિંચિતમાત્ર કોઈ પ્રકારનો પણ હસ્તક્ષેપ થઈ જ નથીશકતો. એના ફળસ્વરૂપ મારા આત્માનો જ્ઞાનગુણ પણ આત્મદ્રવ્યના સ્વક્ષેત્રમાં રહીને જ પોતપોતાના ઉત્પાદ કાળક્રમ અનુસાર સ્વતંત્ર રૂપથી કોઈને પણ જાણે, જાણવાનું કાર્ય અટક્યા વગર કરતો જ રહે છે. નિષ્કર્ષ એ છે કે મારા આત્માનો આ જ્ઞાન ગુણ સ્વ- પર પ્રકાશી સ્વભાવનો છે. ૩. એની પ્રત્યેક પર્યાય સ્વક્ષેત્રમાં રહીને પણ સ્વસન્મુખતાપૂર્વક સ્વ અને પર બંન્નેનો જ્ઞાન કરતી રહે છે. પર ક્ષેત્રમાં કાર્ય કરવાનું સંભવ જ નથી. પર જ્ઞેયો પણ એના ક્ષેત્રમાં આવતાં નથી ૧. Jain E3syDRના ક્ષેત્રમાં આવતાં નથી.rsonal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy