SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ ભગવાન આત્માનો શ્રદ્ધા ગુણ નિરંતર પોતાના આત્માને જ પોતાનો માનતો હોવારૂપ વર્તી રહ્યો છે. સાથે સાથે જ્ઞાન ગુણ પોતાના આત્માને પોતાના જાણતો થકો સર્વજ્ઞતાને પ્રાપ્ત થઈને વર્તે છે. એવી જ રીતે ચારિત્રગુણ એ આત્મસ્વરૂપને જ પોતાના માનવા અને જાણવાના કારણથી એમાં જ તન્મય થઈ વર્તતો રહે છે. કોઈપણ અન્ય જોયો પ્રતિ ઈષ્ટ-અનિષ્ટની કલ્પનાનો અભાવ થઈ જવાથી શરુષનો અભાવ થઈ ગયો છે. ફળસ્વરૂપે પૂર્ણ વીતરાગી થઈ વર્તી રહ્યો છે. આત્મામાં આકુળતારૂપી દુઃખની ઉત્પત્તિના કરણ જે રાગ-દ્વેષ એના અભાવથઈ જવાથી, નિરાકુળતારૂપી સ્વાભાવિક અનંત સુખોને ભોગતો થકો પૂર્ણ સુખી છે. આ રીતે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર અને સુખનું ભગવાનના ગુણોનું સ્વરૂપ સમજી નિજ આત્માના સ્વરૂપને સમજવાની કસોટી તૈયાર થાય છે. - અરિહંતના આત્માની સમજ દ્વારા પોતાના આત્માને સમજવાની વિધિ : ૧. જેવી રીતે શુદ્ધ સુવર્ણ ના દ્રષ્ટાંતને મુખ્ય રાખીને અરિહંતના આત્માને સમજવાનો છે તે પ્રકારે અરિહંતના આત્માને સુવર્ણના સ્થાન પર દૃષ્ટાંત રૂપમાં રાખીને પોતાના આત્માને સમજવાનો છે. જેવા પ્રકારે સુવર્ણનું સ્વરૂપ આપણા જ્ઞાનમાં એકદમ સ્પષ્ટ હોવાથી આપણે અશુદ્ધ સુવર્ણ માં પણ શુદ્ધ સુવર્ણને સમજી શકીએ છીએ તે જ પ્રકારે અરિહંતના આત્માનું સ્વરૂપ સુવર્ણના સ્વરૂપની જેમ જ આપણા જ્ઞાનમાં જ્યાં સુધી અત્યંત સ્પષ્ટ નથી થતું ત્યાં સુધી આપણે આપણા આત્માના સ્વરૂપને નહિ ઓળખી શકીએ. ૩. એટલે ભગવાન અરિહંતના આત્માના સ્વરૂપને સંશય, વિપર્યાય અનધ્યવસાય રહિત નિઃશંક્તાપૂર્વક આપણા જ્ઞાનમાં સ્પષ્ટ કરી લેવું જોઈએ. ૪. જે રીતે શુદ્ધસોટચના સોનાને પરખવાનું માધ્યમશુદ્ધસુવર્ણ બનાવવામાં આવ્યું હતું કારણકે એમાં સુવર્ણ ના સમસ્ત ગુણ પૂર્ણ વ્યકત થઈને વિકાસને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. ૫. તેદ્રવ્યથી પણ સુવર્ણ છે, સોનાનાગુણોની અપેક્ષાએ પણસોનું છે તથા જે સમસ્ત ગુણ જેવા છે, વર્તમાન પર્યાયમાં પણ સ્પષ્ટ પ્રકાશીત થઈ રહ્યા છે એટલે પર્યાયથી પણ સોનું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy