________________
૬૬.
મટાડવાનું સાધન છે, તેથી તે શુદ્ધ પરિણામનું કારણ પણ છે. તો એવા પરિણામ વડે પોતાના ઘાતક ઘાર્મિનું હીનપણું થવાથી સ્વાભાવિકપણે જ વીતરાગ વિશેષજ્ઞાન પ્રગટ થાય છે. જેટલા અંશે તે (ઘાતિકર્મ) હીન થાય તેટલા અંશથી તે (વીતરાગ વિશેષજ્ઞાન) પ્રગટ થાય છે. એ પ્રમાણે શ્રી અરિહંતાદિક વડે પોતાનું પ્રયોજન સિદ્ધ થાય છે અથવા શ્રી અરિહંતાદિકના આકારનું અવલોકન વા સ્વરૂપ વિચાર, તેમના વચનનું શ્રવણ, નિકટવર્તી હોવું અથવા તેમના અનુસાર પ્રવર્તવું એ વગેરે કાર્ય તત્કાલ જ નિમિત્તભૂત થઈ રાગાદિક ને હીન કરે છે. જીવ-અજીવાદિકનું વિશેષજ્ઞાન ઉપજાવે છે. માટે એ પ્રમાણે પણ અરિહંતાદિક વડે વીતરાગ વિશેષજ્ઞાનરૂપ પ્રયોજનની સિદ્ધિ થાય છે.
* અરિહેતાદિકનાજે સ્તવનાદિરૂપ વિશુદ્ધપરિણામ થાય છે, તેનાથી જે પુણ્યપ્રકૃતિઓનોબંધ થાય છે તેનો ઉદય થતા ઈન્દ્રિયસુખનાકારણભૂત સામગ્રીઓનો સંયોગકરાવે છે તથા દુઃખના કારણભૂત સામગ્રીઓને દૂર કરે છે. એ પ્રમાણે પણ પ્રયોજનની સિદ્ધિ શ્રી અરિહંતાદિક વડે થાય છે. પરંતુ એ પ્રયોજનથી કાંઈ પોતાનું હિત થતું નથી. કારણ કે કષાયભાવ વડે બાહ્ય સામગ્રીઓમાં ઈષ્ટ – અનિષ્ટપણે માની આત્મા પોતે જ સુખ દુઃખની કલ્પના કરે છે. કષાય વિના બાહ્ય સામગ્રી કાંઈ સુખ દુઃખની દાતા નથી. વળી કષાય છે તે સર્વ આકુળતામય છે માટે ઈન્દ્રિયજનિત સુખની ઈચ્છા કરવી વા દુઃખથી ડરવું એ બધો ભ્રમ છે. વળી એવા પ્રયોજનને અર્થે અરિહંતાદિકની ભક્તિ કરવા છતાં પણ તીવ્રકષાયથવાથી પાપબંધ જ થાય છે. માટે એ પ્રયોજનના અર્થી થવું યોગ્ય નથી. આ બરાબર સમજવું.
શ્રી અરિહંતાદિકજ પરમ મંગળ છે. તેમાં ભક્તિ ભાવ થતા પરમ મંગલ થાય છે. એ જ લાગુત્તમા છે અને એમનું શરણું સ્વીકારવા યોગ્ય છે. આ રીતે અરિહંતાદિકનું સ્વરૂપ બરાબર સમજવું જરૂરી છે.
0
8
0
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org