SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ " શ્રેષ્ઠ સિદ્ધપદ પહેલાં અહતને નમસ્કાર કરવાનું કારણ શું છે? નમસ્કાર કરીએ છીએ એ તો પોતાનું પ્રયોજન સાધવાની અપેક્ષાએ કરીએ છીએ. હવે અહંતથી ઉપદેશાદિકનું પ્રયોજન વિશેષ સિદ્ધ થાય છે. માટે તેમને પહેલાં નમસ્કાર ક્યાં છે અને એ પ્રમાણે અહંતાદિક ના સ્વરૂપનું ચિંતવન ક્યું. કારણ કે સ્વરૂપ ચિંતવન કરવાથી વિશેષ કાર્ય સિદ્ધ થાય છે. એ અહેતાદિકને પંચ પરમેષ્ઠિ પણ કહીએ છીએ. કારણ કે સર્વોત્કૃષ્ટ ઈષ્ટ હોય તેનું નામ પરમેષ્ટ છે. પાંચ જે પરમેષ્ટ તેના સમાહાર સમુદાયનું નામ પંચપરમેષ્ટ જાણવું. વળી શ્રી વૃષભ, અજીત, સંભવ, અભિનંદન, સુમતિ, પદપ્રભુ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભુ, પુષ્પદંત, શીતલ, શ્રેયાંશ, વાસુપુજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્થ અને વર્ધમાન એનામનાધારકચોવીસ તીર્થંકર આ ભરતક્ષેત્રમાં વર્તમાનધર્મતીર્થનાનાયક થયા. હાલ સિદ્ધાલય બિરાજમાન છે તેમને અમારા નમસ્કાર હો! વળી શ્રી સીમંધર, યુગમંધર, બાહુ, સુબાહુ, સંજાતક, સ્વયપ્રભ, વૃષભાનન, અનંતવીર્ય, સૂરપ્રભ, વિશાલકીર્તિ, વજધર, ચંદ્રાનન, ચંદ્રબાહુ, ભુંજગમ, ઈશ્વર, નેમપ્રભ, વીરસેન, મહાભક્ષ, દેવયશ અને અજિતવીર્ય એ નામના ધારક પાંચ મેરુ સંબંધી વિદેહક્ષેત્રમાં વીસ તીર્થંકર હાલ કેવળજ્ઞાન સહિત બીરાજમાન છે તેમને અમારા નમસ્કાર હો! i અરિહંતાહિકથી પ્રયોજન સિદ્ધિ - આત્માના ત્રણ પ્રકાર છે ૧. સંકલેશ, ૨. વિશુદ્ધ ૩. શુદ્ધ. ૧. તીવ્રકષાયરૂપ સંકલેશ છે. ૨. મંદષાયરૂપ વિશુદ્ધ છે. ૩. કષાય રહીત શુદ્ધ પરિણામ છે. હવે વીતરાગ વિશેષજ્ઞાનરૂપ પોતાના સ્વભાવના ઘાતક જ્ઞાનાવરણાદિ ઘાતકર્મોનો તો સંકલેશ પરિણામ વડે તીવ્ર બંધ થાય છે. વિશુદ્ધ પરિણામ વડે મંદ બંધ થાય છે વા વિશુદ્ધ પરિણામ પ્રબળ હોય તો પૂર્વના તીવ્ર બંધને પણ મંદ કરે છે તથા શુદ્ધપરિણામ વડે બંધ થતો જ નથી, કેવળતેની નિર્જરા થાય છે. અરિહંતાદિક પ્રત્યે જે સ્તવનાદિરૂપભાવ થાય છે તે કષાયની મંદતાપૂર્વક હોય છે માટે તે વિશુદ્ધ પરિણામ છે તથા સમસ્ત કષાયભાવ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy