SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ તેનો અર્થ અને ભાવ ધ્યાનપૂર્વક સમજવા. ભાવ સમજયા વિના અને ભાવનું ભાસન થયા વિના સંસાર ટળી શકતો નથી. તેમજ ખરો લાભ મળતો નથી. આ સામાયિકની વિધિ મહાન, પવિત્ર અને ઉચ્ચ પ્રકારની સાધના છે. તેનું મૂલ્યાંકન ઘટાડવું જોઈએ નહિ. પોતાની મતિ કલ્પનાએ સામાયિકના માત્ર પાઠ ગોખી જઈ અને સામાયિકની વિધિ પાળનારાઓ માત્ર પોતાના ગ્રહીત મિથ્યાત્વને દ્દઢ કરે છે. અને આ બહુ મોટું નુકસાન છે. તેનાથી સુખથતું નથી માત્ર આકુળતા વધે છે. આત્માનું અહિત થાય છે. ખોટી યિાઓને ધર્મ માનવો એ મિથ્યાત્વ છે.માટે આ પાઠ અભ્યાસરૂપી બરાબર સમજવો. પ્રતિક્રમણ સમ્યગ્દષ્ટિ આત્માઓની ભાવના, આલોચના, પ્રતિકમણ વગેરે સમ્યગ્દષ્ટિ આત્માઓ જયારે આત્મસ્વરૂપમાં લીન રહી શક્તા નથી ત્યારે તેઓ વીતરાગ દેવ અને વીતરાગવાણીની સ્તુતિ ઉપરાંત પ્રાયશ્ચિતરૂપે ક્ષમાપનાના ભાવોમાં જોડાય છે. પ્રતિક્રમણમાં છ આવશ્યક આવે છે. ૧ સામાયિક ૩ સ્તુતિ ૫ પ્રત્યાખ્યાન ૨ વંદના ૪ પ્રતિક્રમણ ૬ કાર્યોત્સર્ગ. પ્રાયશ્ચિતની ભાવના: • જગતના સર્વપ્રાણીઓ સંબંધે નિર્વેરબુદ્ધિ, ગુણીઓ સંબંધે પ્રમોદ, દુઃખી જીવો સંબંધકરણાભાવ અને વિપરીત વૃતિવાળાજીવો સંબંધમાધ્યસ્થભાવ મારા આત્મામાં હો! એવી, હે જિનેન્દ્રદેવ, મારી પાર્થના છે. પ્રમાદથી કોઈ જીવ હણાયા હોય, તેમના શરીર ભિન્ન થયાં હોય, એકબીજા ભેગાં કરાયા હોય, પીડા પામ્યા હોય તે મારું દુષ્કૃત્યહે જીનેન્દ્રદેવા મિથ્યા થાઓ. પરને કોઈ મારી જીવાડી શકતું નથી તેમ સુખી દુઃખી કરી શકતું નથી એમ સમ્યગ્દષ્ટિઓ જાણે છે. તેથી પરમાં થતી ક્રિયાઓ તે દુષ્કૃત્યનથી પણ પોતાના પ્રમાદભાવ દુષ્કૃત્ય છે, તે મિથ્યા થાઓ, એવી પ્રાર્થના છે. સમ્યગ્દર્શન- શાન- ચારિત્રમાં કોઈ પણ પ્રકારના દોષ થયા હોય તો તે જિનેન્દ્ર દેવ મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ એવી મારી પ્રાર્થના છે. મેં અઢાર પાપસ્થાનક સંબંધી જે કાંઈ પાપ કર્યા હોય તેની આલોચના, નિંદા, ગહ વડે નાશ કરવાની ભાવના કરું છું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy