SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ પ્રમાદ વડે સમ્યફચારિત્રની ક્રિયામાં કાંઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર થયાં હોય તેની શુદ્ધિ માટે પ્રતિક્રમણની ભાવના કરું છું. આ પ્રમાણે પ્રતિક્રમણ- પાઠમાં આવેલા ભાવો બરાબર સમજવાની જરૂર છે. જે જીવોને સમ્યગ્દર્શન પ્રગટયું ન હોય તે જીવોને કોઈપણ વ્રત, સામાયિક વ્રત, પ્રતિક્રમણ વ્રત સાચું હોઈ શકતું નથી. ભગવાને તે વ્રતોને બાળવ્રત અર્થાત મૂર્ખાઈ ભરેલાં વ્રત કહ્યાં છે. માટે પ્રથમ આત્માનું, સામાયિકનું અને પ્રતિક્રમણનું સાચું સ્વરૂપ સમજવાની જરૂર છે. આ પ્રતિકમણ પાઠ બધા જીવોને સ્વાધ્યાય કરવા લાયક છે. માટે જિજ્ઞાસુ જીવોએ તેનો સ્વાધ્યાય કરવો. ક્ષમાપના • હે ભગવાન! હું બહુ ભૂલી ગયો. • મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહિ. • તમારાં કહેલા અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહિ. તમારાં પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહિ. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહિ. હે ભગવાન! હું ભૂલ્યો, આયડયો, રઝળ્યો અને અનંતસંસારની વિટંબણામાં પડ્યો છું. • હું પાપી છું, હું બહુ મદોન્મત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા! તમારા કહેલા તત્ત્વ વિના મારો મોક્ષ નથી. મારામાં વિવેક શકિત નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થાઉ એ મારી અભિલાષા છે. • આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. • જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડે ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્ય પ્રકાશક છો. • હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહુ છું. એક પળ પણ તમારા કહેલા તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એજ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ! • હે સર્વજ્ઞ ભગવાન! હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર E પશ્ચાતાપથી હં કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું. www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy