________________
સામાયિકનું સ્વરૂપ • સમ્યગ્દર્શન થયા પછી પોતે જ્ઞાયક અને પોતે શેયરૂપ થઈ પોતાના આત્મા
સિવાય સર્વ પરદ્રવ્યોથી પોતાનો ઉપયોગ હટાવી પોતાના જ્ઞાતા દ્રષ્ટારૂપ આત્મસ્વરૂપમાં જ એકરૂપ થઈ આત્માને પોતાના ઉપયોગનો વિષય બનાવવો અથવા રાગ-દ્વેષને હટાવી, સમભાવ પ્રાપ્ત કરી, માધ્યસ્થ ભાવરૂપ આત્મલીન થઈ ઉપયોગની પ્રવૃતિમાં સમાઈ જવું એવું જેનું પ્રયોજન છે તે સામાયિક છે.
સાચું સામાયિક સ્વરૂપ * દરેક આત્મા સદા એક શાશ્વત, નિર્મળશાન સ્વભાવી છે. તેથી પુણ્ય,
દયા, દાન, તપકે બીજા શુભ ભાવો વિકારી, ક્ષણિક અને આત્માને નુકસાન કરનારા છે. શરીર આત્માથી તદ્ન જુદું છે. તેથી આત્મા તેનું કાંઈ કરી શક્તો નથી. તો પછી સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનદોલત વગેરે પ્રત્યક્ષ ભિન્ન પદાર્થો આત્માના હોય જ ક્યાંથી? તેમજ આત્મા પણ તેમનું કાંઈ પણ કેમ કરી શકે? તે પદાર્થો આત્માને સુખ દુઃખનું કારણ નથી પણ તેમાં એકત્ત્વ બુદ્ધિ આત્માને દુઃખનું કારણ છે. પરપદાર્થોને આત્મા મેળવી શક્તો નથી, પણ તે પોતાના કારણે સંયોગરૂપે આવે છે અને પોતાના કારણે તે ચાલ્યા જાય છે. આત્મા સંયોગ વિયોગનો હર્તા
કર્તા નથી- આ બધું માન્યતામાંથી કાઢી નાખવું. * આ પ્રમાણે આત્માનું સ્વરૂપ જે જીવ, યથાર્થપણે સમજ્યો હોય તે,
રાગનો અંશ અભાવ કરી આત્મામાં લીન થાય તે સામાયિક છે. * સમ્યજ્ઞાનીઓના આત્મા જ સામાયિકનું સ્થાન છે.
કોઈ ધર્મસ્થાન, શિલા, પૃથ્વી, પાટ કે કપડાનું પાથરણું કે ઘાસનું આસન-તે બધા આત્મા થી બાહ્ય પદાર્થ હોવાથી સામાયિકનું સ્થાન નથી. પુણ્યથી લાભ થાય, પર પદાર્થો કે પરજીવોને હું લાભ કે નુકસાન કરી શકું, તેઓ મને લાભનુકસાન કરી શકે, એવી માન્યતાને મિથ્યાત્વરૂપ બાહ્યવાસના છે. માટે તેબાહ્યવાસના છોડી કોઈપણ પર પદાર્થો મારા નથી, હું તેમનો થઈ શકું જનહિ એવો દૃઢનિશ્ચયસમ્યગ્દષ્ટિ આત્માઓને હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org