SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ જે સ્વરૂપ સમજયા વિના પામ્યો દુઃખ અનંત... આ જીવ શુદ્ધાત્મભાવનામાં સમર્થ હોવા છતાં પણ તેને (શુદ્ધાન્ત્યભાવનાને) છોડીને શુભોપયોગથી જ મોક્ષ થાય છે એમ એકાંતે માને તો તે સ્થૂલ પરસમયરૂપ પરિણામ વડે અજ્ઞાની મિથ્યાદ્દષ્ટિ થાય છે. એક તરફ આત્મા છે અને એક તરફ રાગથી માંડીને આખી દુનિયા છે. તેમાંથી જેની દૃષ્ટિ સ્વભાવ (આત્મા) તરફ વળી અને એ સ્વભાવ સન્મુખ થતાં આત્માના આનંદનો સ્વાદ જેણે ચાખ્યો તેને આત્મા સિવાય આખી દુનિયામાંથી કાંઈ સારું લાગતું નથી. આરુષિ અનુયાયી વીર્ય જે તરફ રુચિ હોય-જેની જરૂરિયાત લાગે તે તરફ જ પુરુષાર્થ વળે છે. રુચિ પલટતાં ઉપયોગ પલટી જાય છે. • જેને લાગી છે તેને જ લાગી છે...’ પરંતુ બહુ ખેદ ન કરવો. વસ્તુ પરિણમનશિલ છે, ફૂટસ્થ નથી. શુભાશુભ પરિણામ તો થશે. તેને છોડવા જઈશ તો શૂન્ય અથવા શુષ્ક થઈ જઈશ. માટે એકદમ ઉતાવળ ન કરવી.. અનુભવ પહેલાની દશાની આ વાત છે. મુમુક્ષુને પ્રથમ ભૂમિકામાં થોડી મૂંઝવણ પણ હોય, પરંતુ તે એવી મૂંઝવણ ન કરે કે જેથી મૂઢતા થઈ જાય. તેને સુખનું વેઠન જોઈએ છે તે મળતું નથી ને બહાર રહેવું પોષાતું નથી. માટે મૂંઝવણ થાય, પણ મૂંઝવણ માંથી તે માર્ગ શોધી લે છે. જેટલો પુરુષાર્ય ઉપાડે તેટલું વીર્ય અંદર કામ કરે. આત્માર્થી હઠ ન કરે કે મારે ઝટઝટ કરવું છે. સ્વભાવમાંકામન આવે. માર્ગ સહજ છે. ખોટી ઉતાવળે પ્રાપ્તન થાય. અંતર્મુખ વળવું તે પુરુષાર્થ છે. તળમાં ભગવાન આત્મા બિરાજમાન છે. દૃષ્ટિ તળ ઉપર પડતાં તેની પ્રાપ્તિ થાય છે. હઠ જે પ્રથમ ઉપયોગનો પલટોકરવા માગેછે પણ અંતરંગ રુચિને પલટાવતો નથી, તેને માર્ગનો ખ્યાલ નથી. પ્રથમરુચિનો પલટો કરે તો ઉપયોગનો પલટો સહજ થઈ જશે. માર્ગની યથાર્થ વિધિનો આ ક્રમ છે. પહેલાં વિશ્વાસ લાવ કે મારા જેવો કોઈ સુખી નથી. કેમ કે હું પરમ સ્વાધીન છું. મારે મારા કાર્ય માટે અન્ય સાધનોનું અવલંબન લેવું પડતું નથી. માટે હું પરમ સુખી છું એમ પહેલાં વિશ્વાસ લાવ. અસ્તિત્વપણે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy