________________
આ ભગવાન આત્મા તો અનંતજ્ઞાનનો ધણી, આનંદમય અને સુખમય જ છે. અનંત શક્તિનો ધારક એવો આ આત્મા પોતાને પોતાની અનંત શકિતઓને-પોતાના જ્ઞાન-આનંદસ્વભાવને ભૂલી ગયો છે. એ જ પોતાની ભૂલ છે. અનાદિ કાળથી આજીવે પૂર્વે કોઈ દિવસ નિજ પરમતત્ત્વતરફ દ્રષ્ટિ જ નથી કરી - કોઈ દિવસ પોતાનું સુખ સ્વમાં છે એ જાણ્યું નથી – માન્યું નથી – અનુભવ્યું નથી – એમાં લીનતા કરી નથી અને એ જ એની મોટી ભૂલ છે. આજીવે ક્યારેય પણ એવો નિર્ણયર્યો નથી કે પોતે સ્વયં ભગવાન છે. સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તેથાય. પોતે સ્વયં ભગવાન છે, સ્વયંસુખમય છે, આનંદમય છે,
એ જીવે જાણ્યું નથી, એ જીવે માન્યું નથી,
એ જીવે અનુભવ્યું નથી, એમાં જીવે રમણતા કરી નથી. આ છે મૂળમાં ભૂલ. આપણે બધા ભગવાન છીએ, એ વાત ભૂલી ગયા છીએ. આપણે બધા ભૂલેલા ભગવાન છીએ. આભૂલ - અભિપ્રાયની ભૂલ
આ રીતે વિસ્તારથી વિચારવા જેવી છે. i દુઃખનું કારણ?
ઈચ્છા જ દુઃખનું કારણ છે. પદાર્થોને જાણવા તે દુઃખનું કારણ નથી પણ મોહથી વિધ્યગ્રહણની જે ઈચ્છા થાય છે તે જ દુઃખનું મૂળ કારણ છે.
• દુખનાપ્રકારઃ
સંસારી જીવોના દુઃખના મુખ્યપણે બે વિભાગ છે. ૧. પોતાના સ્વભાવને ભૂલીને મિથ્યાદ્રષ્ટિજીવ સંયોગોમાંથી સુખ લેવા માંગે છે,
પણ સંયોગ તેને આધીન નથી. તેથી તે ક્ષણે ક્ષણે આકુળ – વ્યાકુળ થાય છે અને દુઃખી જ રહ્યા કરે છે. આવા જીવોને એકાંત દુઃખ છે, સ્વાભાવિક સુખનો તેઓ અંશ પણ અનુભવતા નથી, તેઓને ક્ષણે ક્ષણે અનંત દુઃખ છે. ૨. પોતાનો સ્વભાવ જ પરિપૂર્ણ સુખરૂપ છે એમ જ્ઞાની જીવોએ જાણ્યું તેથી તેઓ કોઈ સંયોગોમાં સુખમાનતાનથી અને ગમે તે સંયોગવખતે પણ તેમને સ્વાભાવિક સુખનો અંશ અનુભવતો વર્યા જ કરે છે; છતાં પણ હજી સંપૂર્ણ સ્વરૂપ સ્થિરતા ન હોય ત્યાં સુધી ઈન્દ્રિયોના વિષયોની આસક્તિથી રાગદ્વેષ થાય છે. એટલે અંશે તેઓ પણ દુઃખી જ છે. પરંતુ આ દુઃખ અલ્પ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org