________________
૨૮
નથી. હું શુદ્ધ ચૈતન્યમય આત્મા છું એ સ્વરૂપ આજસુધી મને સમજાયું નથી અને તેના પરીણામે આ અનંત સંસાર ઉભો કર્યો છે.
હું કોણ છું ? ક્યાંથી થયો ? શું છે સ્વરૂપ મારું ખરું ? કોના લીધે આવરગણાં, રાખું કે પરિ ?
એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યા !
જીવને પોતાના અનાદિ નિધન ત્રિકાળી ભગવાનની - પોતાની સાચી ઓળખાણ થઈ નથી અને તે જ આની ભૂલ છે. પોતાના ભગવાન આત્માનું નિત્યપણું જણાયું નથી. બધીજ બાહ્ય અનિત્ય વસ્તુઓને પોતાની માની – એના પરિણમનથી દુઃખ - આકુળતા - વ્યાકુળતા અનુભવી રહ્યો
છે.
છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્યું; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મે. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષરૂપ અનંત દર્શન જ્ઞાન તું, અભ્યાબાધ સ્વરૂપ શુદ્ધ, બુદ્ધ, ચૈતન્ય ધન, સ્પંજ્યોતિ સુખ ધામ; બીજું કહિયે કેટલું ! કર વિચાર તો પામ, આવું સ્વરૂપ આ જીવે ક્યારેય જાણ્યું નથી.
થોડુંક ઊંડાણપૂર્વક વિચાર કરીએ તો આ ક્રિયાની ભૂલ નથી, પ્રથમ અભિપ્રાયની ભૂલ છે. આપણો અભિપ્રાય મિથ્યા છે,ખોટો છે, આ માન્યતાની ભૂલ છે. આપણી માન્યતા વિપરીત છે. જેવું સ્વરૂપ છે તેવું જાણ્યું અને માન્યું નથી.
આ લોક છ દ્રવ્ય સ્વરૂપ છે. જીવ, અજીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. સ્વાધીન છે અને પોતાનું કાર્ય પૂર્ણ કરવા સંપૂર્ણ સામર્થ્યવાન છે. દ્રવ્યનું પરિણમન સ્વયંસંચાલીત હોવાથી એના પરિણમનમાં મારું કંઈ કામ નથી – મારું કતૃત્વ અને ભોતૃત્વ એ મારી મિથ્યા કલ્પના છે. આ જે દ્રવ્યનું સ્વરૂપ છે એ જાણ્યું નથી એ જ મારી ભૂલ
છે.
આ જીવ દ્રવ્ય નું સ્વરૂપ કેવું છે?
આત્મા જ્યે નિત્ય છે, પર્યાયે પલટાય.
આત્માનું સ્વરૂપ દ્રવ્ય - ગુણ - પર્યાયત્મક છે. ઉત્પાદ – વ્યયધ્રોવ્યાત્મક છે. આત્મા પોતાના દ્રવ્ય - ગુણમાં સ્થિત થઈને સમયે સમયે પલટાય છે જેને પર્યાય કહેવાય છે. એ પર્યાયો પણ બધીજ ક્રમબદ્ધ પરિણમે છે. આવું વિલક્ષણ આત્માનું સ્વરૂપ મેં ક્યારેય જાણ્યું નથી.
!
For Personal & Private Use Only
-
Jain Education International
www.jainelibrary.org