SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ એ એક એવું લક્ષણ છે એ જ્ઞાન વિશ્વના અનંતદ્રવ્યોમાંથી માત્ર એક આત્મા સિવાય કોઈ પણ અન્યદ્રવ્યમાં નથી હોતું તથા એ જ્ઞાન નિરંતર કાર્યશીલ જ રહે છે. અર્થાતું નિરંતર જાણવાનું કામ જ કરે છે. જ્ઞાન આત્માનો સ્વભાવ અર્થાત્ ગુણ છે અને જાણવું તેની પર્યાય છે. આત્માનું જ્ઞાનરૂપ રહેવું એ જ આત્માનો ધર્મ છે. • જ્ઞાનની મહાન વિશેષતા એ છે કે જે ઘટના ભૂતકાળમાં ૫૦ વર્ષ પહેલાં બની હોયતે અત્યારે વર્તમાનમાં મોજુદનથી તો પણ વર્તમાનમાં વર્તમાનવત્ એક જ સેકંડમાં સ્પષ્ટ જ્ઞાનમાં પ્રત્યક્ષ થઈ જાય છે. આત્માનું જ્ઞાન વિશ્વના સમસ્ત પદાર્થોને કમશઃ અથવા એકી સાથે જાણીને પોતાના જ્ઞાનના ખજાનાના સ્ટોક્માં રાખીને પણ કોઈ બોજાવાળો થતો નથી, અત્યંત નિર્ભર રહે છે. આના પરથી એ નિષ્કર્ષ નીકળે છે કે આત્મા અમૂર્તિક છે કારણકે આટલું બધું શાનમાં રહેતું હોવા છતાં વજનવાળો નથી થતો. આ બધાથી પણ જ્ઞાનમાં એક બીજી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે જ્યારે આત્મામાં ક્રોધાદિ કોઈ પણ ક્યાય ઉત્પન્ન થાય છે એ સમયે ક્રોધાદિ ની ઉપસ્થિતિના સમયમાં પણ જ્ઞાન તો એ કષાયની સ્થિતિ, તીવ્રતા, મંદતા, આદિ બધાને જાણતો રહેવા છતાં પણ એકષાયભાવોથી એકમેક જેવો દેખાતો હોવા છતાં પણ એ બધાથી ભિન્ન રહીને જાણવાનું કાર્ય કરતો જ રહે છે. • એટલે આત્માનું માત્ર જાણવાવાળો જ બની રહેવો એ જ ધર્મ છે. • સ્વયં એક આત્મવસ્તુછું, એટલે મારે મારા માટે જ ધર્મકરવો છે અને મારા માટે આ સમજવું બધાથી અધિક મહત્વપૂર્ણ વિષય છે. • ઉપરોક્ત દલીલોથી, આગમના આધારથી, તર્કથી અને અનુભવથી આ જ નિર્ણયમાં આવે છે કે “જ્ઞાન જ આત્માનો અસાધારણ સ્વભાવ છે.” 1 જ્ઞાન સ્વભાવના નિર્ણયથી ધર્મની ઉત્પત્તિ આ વિશ્વમાં છ જાતિના અનંતદ્રવ્ય છે, એમાં હું પણ એક જીવદ્રવ્ય-બીજા બધાથી ભિન્ન છું. બીજા બધા દ્રવ્ય અજીવ હોવાથી તેઓ પોતાને પણ નથી જાણતા અને જગતમાં અન્ય બીજા કોઈ છે એમ પણ નથી જાણતા કારણ કે એમનામાં જાણવાની શક્તિનો અભાવ છે. છતાં પણ એ બધા દ્રવ્ય પોતપોતાના ગુણ સ્વભાવથી જ અને પોતાનામાં નિરંતર ઉત્પાદ વ્યય કરતા કાયમ ટકી રહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy