________________
૨૪ ૩
હંમેશા સંશક રહે છે. ગુપ્તતા કાયમ રાખવી બહુ કઠણ કામ છે. તે હંમેશા ભયથી ઘેરાયેલો હોય છે. સંશક અને ભયાક્રાન્ત વ્યક્તિ કદીય નિરાકુળ હોઈ શકતી નથી. એનું ચિંતન હંમેશા આકુળ-વ્યાકુળ અને અશાંત રહે છે. માયાચારી વ્યક્તિનું કોઈ વિશ્વાસ કરતું નથી. માયાએ અવિદ્યાની જન્મભૂમિ, અપયશનું ઘર, પાપરૂપી કીચડની ભારે મોટી ખાણ, મુક્તિ દ્વારની અર્ગલા નરકરૂપી ઘરનું દ્વાર અને શીલરૂપી શાલ વૃક્ષોના વનને બાળનાર અગ્નિ છે. વિશેષ ચિંતન - આર્જવ ધર્મ અને માયાકષાય એ બન્નેય જીવના ભાવ છે અને મન, વચન,
અને કાયા એ ૫ગલની અવસ્થાઓ છે. જીવ અને પુદ્ગલ બન્ને ભિન્ન ભિન્ન દ્રવ્યો છે અને એમની પરિણતી પણ ભિન્ન ભિન્ન છે. આર્જવ ધર્મ આત્માનો સ્વભાવ છે. માયાક્ષાય આત્માનો વિભાવ ભાવ છે. મન, વચન, કાયા વડે આર્જવ ધર્મ અને માયા કષાય ઉત્પન્ન થવાનો સવાલ જ ઉત્પન્ન નથી થતો. મન, વચન, કાયાના માધ્યમ દ્વારા માયાચાર અને આર્જવ ધર્મ થતા નથી, પ્રગટ થાય છે. સમજવા સમજાવવા માટે પ્રગટ થવું અધિક મહત્વપૂર્ણ છે. જગતનાકાયિક જીવમાં એટલી વિકૃતિનથી જેટલી માનવ-માનવના મનમાં છે. મન, વચન, કાયાની એકરૂપતા લાવવા માટે આપણે મનને પવિત્ર બનાવવું પડશે. માયામારીથી બચવાના ઉપાય ઉત્તમ આર્જવ ધર્મ પ્રગટ કરવા શું કરવું જોઈએ? * સૌ પ્રથમ તો એ જાણવું પડશે કે વસ્તુતઃ માયાકષાયમન, વચન, કાયા
ની વિરૂપતા વા કુટીલતાનું નામ નથી. પરંતુ આત્માની વિરૂપતા વા કુટીલતાનું નામ છે. મન, વચન, કાયાની વિરૂપતા, વક્રતા વા કુટીલતા નું નામ નથી. પરંતુ આત્માની વિરૂપતા વ કુટીલતાનું નામ છે. મન, વચન, કાયાના માધ્યમ દ્વારા તોતે પ્રગટ થાય છે. ઉત્પન્નતો આત્મામાં જ થાય છે. તો સૌથી પહેલા આત્માના પરિણામ સુધારવા પડશે. આત્માનો સ્વભાવ જેવો છે તેવો નહિમાનતા અન્યથામાનવો, અન્યથા જ પરિણમન કરવાનું ઈચ્છવું- એ જ વકતા છે. જે જેનો કર્તા-ધર્તાહર્તા નથી એને એનો કર્તા-હર્તા-ધર્તા માનવો, ઈચ્છવો એ જ અનંત કુટિલતા છે. રાગાદિ આસવભાવ દુઃખરૂપ છે અને દુઃખોનું કારણ છે. એને સુખરૂપ અને સુખનું કારણ માનવું એ જ વસ્તુતઃ કુટિલતા છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org