SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ २४० • માનનું સ્વરૂપ માની જીવ હંમેશા પોતાને બીજાઓ કરતાં ઊંચો, વિરોષ અને બીજાઓને પોતાના કરતાં નીચા દર્શાવવાનો પ્રયત્ન કર્યા કરે છે. અન્યની નિંદા અને પોતાની પ્રશંસા કરે છે. અનેક પ્રકારે અથવાયેનકેન પ્રકારે અન્યનો મહિમા ઘટાડી પોતાનો મહિમા કરવા લાગે છે. આ માન કષાય એ મીઠું ઝેર છે. . કોલ અને માન વચ્ચે તફાવત આમતો ક્રોધ અને માન બન્ને જ કષાય છે. પરંતુ બન્ને વચ્ચેનો તફાવત-ફરક જાણવા યોગ્ય છે. કે પ્રતિકૂળતામાં ક્રોધ અને અનુકૂળતામાં માન આવે છે. * અસફળતા શોધ અને સફળતા માનની જનેતા છે. * નિંદા હંમેશા શત્રુ કરતા હોય છે અને પ્રશંસા માત્ર મિત્ર. * ક્રોધના નિમિત્ત બને છે શત્રુ અને માનના નિમિત્ત બને છે મિત્ર. * નિંદાની ગરમ હવા લાગવાથી ક્રોધની લૂ લાગી જાય છે અને પ્રસંશાની ઠંડી હવા લાગવાથી માનની શરદી લાગી જાય છે. * નિંદા કરવાવાળા ઘણું કરીને પીઠ પાછળ નિંદા કરતા હોય છે, પરંતુ પ્રસંશા અધિક પ્રમાણમાં મોં સામે જ કરવામાં આવે છે. * આમ તો ક્રોધ અને માન બન્ને ખતરનાક છે. છતાં પ્રસંશા મીઠી લાગવાથી નિંદા કરતા વધારે ખતરનાક છે. આત્માનું અહિત જ કરે છે. * જેના પર આપણને ક્રોધ આવે છે તેનો નાશ કરવા ઈચ્છીએ છીએ, પરંતુ જેના લક્ષ્ય આપણને માન ઉપજે છે એને કાયમ રાખવા જ ઈચ્છીએ છીએ પરંતુ આપણાથી નાના અને નીચા રાખીને જ. * ફોધી પુરુષને વિરોધીની સત્તા જ સ્વીકૃત નથી હોતી, જ્યારે માનીને તો ભીડ જોઈએ, નીચે બેસવાવાળા જોઈએ. * ક્રોધી વિયોગ ઈચ્છે છે, પણ માની હંમેશા સંયોગ ઈચ્છે છે. માનના કારણો માનના અનેક કારણો છે, પણ શાસ્ત્રમાં મુખ્ય કરીને નીચેના આઠ પ્રકારના આશ્રયે માન હોય છે એમ જણાવ્યું છે. ૧. જ્ઞાન ૩. કુળ ૫. બળ ૭. તપ ૨. પૂજા ૪. જાતિ ૬. ઋદ્ધિ ૮. શરીર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy