SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ • કોધનું કારણ ક્રોધ કરવાવાળો જેના પર ક્રોધ આવે છે તેની સામે જ જુએ છે, પોતાની સામે જોતો નથી. ક્રોધીને જેના પર ક્રોધ આવે છે તેની જ ભૂલદેખાય છે, પોતાની નહિ. એ જ તો એનું અંધપણું છે કે તેની દ્રષ્ટિ પર સન્મુખ જ રહે છે અને તે પણ બીજાના છતાં અછતા દુર્ગુણોની સન્મુખ જ, ગુણોને તો એ દેખતો જ નથી. જ્યારે તેની ઈચ્છા પ્રમાણે-અનુકુળતા પ્રમાણે કાર્યનથાયતો ક્રોધ કરે છે. જ્યારે એ એમ માને કે એનું સ્વમાન ભંગ થયુ છે, જળવાયું નથી, ત્યારે તેધ કરે છે. જ્યારે ભલા બુરાની સમજણ રહેતી નથી. એનો જીવ વિવેક ભૂલી જાય છે ત્યારે જ જીવ ક્રોધ કરે છે.' ખરેખર તો આ ચાર ક્યાય ક્રોધ, માન, માયા અને લોભ એ એક સાંકળ સમાન છે. એકમાંથી બીજાની ઉત્પત્તિ થાય છે. શરૂઆત લોભથી (ઈચ્છાઓ) થાય છે. જ્યારે સંહજ રીતે ઈચ્છાઓ પૂર્ણ થતી નથી ત્યારે માયાચારી કરે છે. એ માયાચારીની સફળતાથી માન ઉત્પન્ન થાય છે અને જ્યારે બધા જ એ માનનો સ્વીકાર નથી કરતા, પોષતા નથી ત્યારે આ જીવ ક્રોધ કરે છે. કોધનું રૂપ અને પરિણામ ક્રોધનું એક ભયંકર રૂપ છે વેર. ક્રોધ એક શાંતિનો ભંગ કરનાર મનોવિકાર છે. ક્રોધનો ઉદય થતાં સૌની હાની થાય છે. જગતમાં જે કાંઈ અનિષ્ટ નજરે પડે છે તે સર્વ ક્રોધાદિ વિકારોનું જ પરિણામ છે. વિશ્વના વિનાશના મૂળમાં ફોધાદિ વિભાવ જ રહેલો છે. ક્રોધને લીધે સેંકડો ઘર પરિવાર છિન્નભિન્ન થતાં જોવામાં આવે છે. ક્રોધને અગ્નિ સમાન ગણવામાં આવ્યો છે. એ બધાને બાળે છે. ખીજ, ચીઢ, ક્ષોભ ઈત્યાદિ પણ ક્રોધના જરૂ૫ છે. કોધનો ઉપાય ઉત્તમ ક્ષમા એ જ એનો સાચો ઉપાય છે. અજ્ઞાનના કારણે જ્યાં સુધી આપણને પર પદાર્થો ઈષ્ટ અનિષ્ટ ભાસતાં રહે ત્યાં સુધી પ્રતિકુળતાઅનુકુળતામાં ક્રોધાદિની ઉત્પત્તિ થતી જ રહેશે. પરંતુ જ્યારે તત્ત્વ અભ્યાસના બળ વડે પર પદાર્થો જે ખરેખર તારા નથી, તેમાંથી ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ દૂર થશે ત્યારે સ્વભાવથી જ ક્રોધાદિની ઉત્પત્તિ થશે નહિ. આપણા ભલા બુરાનો અને સુખદુ ખનો કર્તા બીજાને માનવો એ જ ક્રોધાદિ ઉત્પત્તિનું મૂળ કારણ છે. જ્યારે તત્ત્વથી એ નક્કી થાય કે મારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy