SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ગમ * * * મોહ અને ક્ષોભરહિત આત્માની નિર્મળપરિણતિ ધર્મ છે. ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. સ્વાનુભૂતિ યુકત નિજ શુદ્ધાત્મદર્શન વિના શ્રાવક ધર્મ કે મુનિધર્મકાંઈધર્મ સંભવી શકતો નથી. શ્રાવકધર્મમોક્ષનુ પરંપરાએ કારણ છે અને મુનિધર્મ સાક્ષાત્ કારણ છે. માટે શુદ્ધ પરિણતિમાં શ્રાવકધર્મથી આગળવધી જે મુનિધર્મમાં પ્રવૃત થાય છે તે અતિ આસન ભવ્ય જીવ શીધ્ર મોક્ષ પ્રાપ્ત કરે છે. સમ્યગ્દષ્ટિ શ્રાવક કે મુનિનો જે વ્રતાદિ શુભપ્રવૃતિરૂપ આચારધર્મ છે તે પરમાર્થે ધર્મ નથી પરંતુ નિચલીદશામાં નિર્મળ પરિણતિ સાથેતે હઠવિનાસહજ વર્તતો હોવાથી તેને ઉપચારથી ધર્મ કહેવામાં આવે છે. માટે શુભાસવરૂપ વ્રતાદિમય શ્રાવક ધર્મ કે મુનિધર્મ-બન્ને ધર્મોમાં મધ્યસ્થ ભાવના રાખીને નિરંતર શુદ્ધ આત્માનું ચિંતન કરવું. અહો ! પરમ વૈરાગ્યની જનની એવી આ બાર અનુપ્રેક્ષાઓનો મહિમા શું કથી શકાય! આ અનુપ્રેક્ષકોનું જે શુદ્ધ મનથી ચિંતવન કરે છે તે પરમ નિર્વાણને પામે છે. ચંદ્રપ્રભુએ ભાવેલી ૧૨ વૈરાગ્ય ભાવના ૧. જે જ્ઞાન દર્શન માહરા તે ધ્રુવ મારું રૂપ છે; એકવ છું ને શુદ્ધ છું બસ, એ જ મારું રૂપ છે. ચેતનમયી મુજ આત્મમાં રક્ષિત થઈ રહેનાર હું નથી કારણ જોતુ કોઈનું બસ, શરણ આતમરામનું. એકત્ત્વ જાણી આત્માનું બસ ! લીન હું મુજ આત્મમાં; અન્યત્ત્વ સૌ પરભાવથી, સંયોગનું તો નામ ક્યાં? આ દેહને વળી રાગ તે સૌ ચેતનાથી અન્ય છે; એમાં નથી કંઈ સુખ મારું, ચિંતવુ મુજ આત્મને. ભવચક્રમાં ભમવા છતાં પરમાતમાં મુજ પાસમાં, હું ધ્યાવતો નિજ આત્મને બસ, જઈ રહ્યો છું મોક્ષમાં. ૬. શુચિરૂપ મારો આત્મા, હું મલિનને સ્પર્શ નહી; ભાવી અશુચિરાગના તે આત્મામાં લાવું નહીં. ૭. જ્ઞાનતણી નૌકામાં બેઠો, આસ્રવ સર્વે દૂર થયા, ભવથી છૂટી મોક્ષે ચાલ્યો, દુઃખડા મારા દૂર થયા. ૮. સંવર છે મુજ પરમમિત્ર ને હું જ સ્વયં બસ સંવર છું; સમ્યકરૂપી ઢાલ ધરીને, આસવને અટકાવું છું. એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy