SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ | ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરનાર જીવ, ભલે લૌકિક પદાર્થોનો ત્યાગ કરીને, અશુભ પ્રવૃતિથી દૂર રહીને, દોષ મટાડવાની ઈચ્છાથી અને ગુણ ભાવનાથીશરૂઆત કરે છે. આમાં પર્યાય આશ્રિત પ્રયોજન મુખ્ય હોય છે. આ વ્યવહાર નયના વિષયમાં જાય છે અને મુખ્ય તો નિશ્ચય છે. નિશ્ચયનયના વિષયભૂત દ્રવ્યને મુખ્ય રાખવું જોઈએ. ધર્મ તો દ્રવ્યની મુખ્યતામાં દ્રવ્યના આશ્રયે જ પ્રગટ થાય છે. જ્યાં સુધી વ્યવહારનયપક્ષનો સદ્ભાવ રહે છે ત્યાં સુધી યથાર્થ નિર્ણય થઈ શકતો નથી, ત્યાં સુધી મિથ્યાત્વનો ત્યાગ થતો નથી. કેટલાક જીવો જિનાત શાસ્ત્રોનો અભ્યાસ કરતાં તેને એમ સમજાય છે કે એક ત્રિકાળી દ્રવ્યના આશ્રયે શુદ્ધતા ધર્મ પ્રગટે છે. નિશ્ચય નયનો જ પક્ષ મુખ્ય કરી કૃત્રિમ નિર્ણય અનુસાર તે વારંવાર ત્રિકાળી ધ્રુવ આત્માના વિકલ્પો કરે છે અને વાણીમાં પણ ત્રિકાળીની મુખ્યતાવાળા વચનોનો વધુ પ્રયોગ કરે છે. આવી રીતે યથાર્થ સ્વરૂપનિશ્ચયના અભાવમાં કૃત્રિમ પ્રકારે નિશ્ચય નયનો પક્ષ કરનારને પણ મિથ્યાત્ત્વનો અભાવ થતો નથી. સહજ આત્મસ્વરૂપને સહજતા સાથે સુસંગતતા છે, કૃત્રિમ મુખ્યતા સાથે નહિ. આ પ્રકારે નિશ્ચયનયનો પણ અયથાર્થ પક્ષી કાર્યકારી નથી. સમ્યગ્દર્શન અને સમ્યકજ્ઞાનરૂ૫ આત્માનીં પ્રગટ પ્રસિદ્ધિ નયપક્ષ રહિતના પરિણામ સ્વરૂપ છે તે સ્પષ્ટ છે અને તે પૂર્વે દ્રવ્યશ્રુતના અવલંબન ને જ્ઞાનસ્વભાવી આત્માનો નિશ્ચય કરવાનું કહ્યું છે. આત્માનું લક્ષણ શાન છે અને જ્ઞાન લક્ષણથી આત્માને ઓળખી શકાય છે. જ્ઞાન સાકાર છે અને અનુભવ ગોચર છે. તેમજ જ્ઞાનની પ્રગટ દશામાં જ્ઞાન સ્વભાવ પણ વ્યાપ્ત છે. જેવો જ્ઞાન સ્વભાવ જ્ઞાનની વ્યકિત પર્યાયમાં વ્યાપેલો છે, તેવો જ જ્ઞાન સ્વભાવ સામાન્ય અવ્યકત દ્રવ્યમાં વ્યાપેલો હોવાથી જ્ઞાન દ્વારા જ . આત્મસ્વભાવને ઓળખી શકાય છે. ' સ્વરૂપપ્રાપ્તિની ઊંડીભાવના અને અપૂર્વ અંતરજિજ્ઞાસા સહિત આત્મસ્વરૂપનો નિર્ણય કરવા અર્થે, દ્રવ્યકૃતનું અવલંબન મોક્ષાર્થી જીવ પ્રાયઃ લે છે. ખરી ભાવનાપૂર્વકની અપૂર્વ અંતર જિજ્ઞાસાનું સ્વરૂપ બરાબર સમજી લઈએ તો તત્ત્વ નિર્ણય-સ્વરૂપનો નિર્ણય સહજે થઈ જાય છે. ખરી જિજ્ઞાસાના કાળમાં એક એવો અજંપો ઉભો થાય છે કે ક્યાંય ચેનન પડે, ઊંઘ પણ ઉડી જાય અથવા ઘટી જાય અને અંદરમાં વૃત્તિ સ્વરૂપ શોધમાં જ ર્યા કરે. * ત્યારે દ્રવ્યયુત ઉપરથી લક્ષ હટીને તેનું જે વાચ્ય-પોતાનું સ્વરૂપ છે તેના ઉપર લક્ષ જાય. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy