SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ - જ્યારે અનાદિકાલીન મોહનાનાશમાટે ઉદ્યમવંતજીવ પોતાના ત્રિકાળી ધ્રુવ ઉપાદાન કારણના આશ્રયથી વર્તમાન પર્યાયમાં અનન્તર પૂર્વેક્ષણવર્તી પર્યાયમાં મિથ્યાત્વાદિ અનુત્પન્ન દશાને પ્રાપ્ત થઈ તત્સમયની યોગ્યતારૂપ પુરુષાર્થથી સમ્યકજ્વાદિ નો ઉત્પાઠ કરે છે ત્યારે મોહાદિ સ્વયં પોતાની યોગ્યતાથી વ્યયને પ્રાપ્ત થઈ જાય છે. કાર્ય-કારણની વ્યવસ્થામાં આપણે સમ્યગ્દર્શનરૂપ ધર્મની ઉત્પત્તિનો વિચાર કરીએ તો પરાશ્રય બુદ્ધિછોડીને સ્વસમ્મુખતાના પુરુષાર્થથી (દ્રવ્ય દૃષ્ટિથી) સ્વયં સ્વસમયની યોગ્યતાથી આત્માનુભૂતી-સ્વાનુભૂતી અથવા સમ્યગ્દર્શનાધિરૂપ પરિણમન એક કાર્ય છે તથા તે કાર્યનું ઉપાદાન કારણ તો જીવ પદાર્થ પોતે જ છે. તે વખતે અંતરંગ નિમિત્ત કારણદર્શનમોહાદિકર્મોના ઉપામાદિ તથા બાહ્ય નિમિત્ત જ્ઞાની ગુરુનો ઉપદેશ (દશના લબ્ધિ) છે. • સમજવાનું તો એ જ છે કે પોતાની યોગ્યતાનુસાર જ ઉપલબ્ધિ અનુપલબ્ધિ થાય છે; કારણ કે જે શક્તિ કોઈ પદાર્થમાં ન હોય તો તે કોઈ અન્ય દ્વારા ઉત્પન્ન થઈ શકતી નથી. જેમ રેતીમાં તેલ નથી હોતું તો તેમાંથી કોઈપણ વિધિથી તેલ કાઢી શકાતું નથી. નિયમ એવો છે કે ઉપાદાન સ્વયં પરિણમિત થઈને કાર્યનું ઉત્પાદક બને છે કારણ કે તે પરિણમનશીલ છે. પર્યાય હંમેશા દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય છે અને દ્રવ્યમાં સમાય છે. નથી તે બહારથી આવતી કે નથી તે બહાર જતી. પરંતુ પર્યાય જ્યારે પર ને લક્ષ બનાવીને પ્રગટ થાય છે તો વિકારી થઈ જાય છે અને સ્વને (ત્રિકાળી ધ્રુવ શાયકને) લક્ષ્ય બનાવી નીકળે છે તો શુદ્ધ કહેવાય છે. શુદ્ધ દ્રવ્યના આશ્રયથી શુદ્ધ કહેવાય છે. અને ત્રિકાળી દ્રવ્ય પણ પર્યાયનો જ શુદ્ધ છે જે પર્યાય તેને શુદ્ધ તરીકે જુએ છે. પ્રત્યેક સમયની પર્યાય તત્સમયની યોગ્યતાનુસાર ક્રમબદ્ધ પ્રવાહરૂપે થયા જ કરે છે. એમાં કરવાનું ક્યાં છે? જે થાય છે તેમાં કરવાનું શું હોય? માત્ર જાણવાનું છે કે આ થયા કરે છે. તત્ત્વ નિર્ણય દ્વારા નિમિત્ત ઉપાઠાનના યથાર્થ સ્વરૂપને સમજવાથી પરના કર્તુત્વની મનઃસ્થિતિ બદલી શકાય છે. કાર્યની ઉત્પત્તિ ઉપાદાનથી થાય છે; નિમિત્તથી નહિ, પરંતુ નિમિત્ત વિના પણ નહિ. જે નિમિત્તને ન માને તે અજ્ઞાની છે અને જે નિમિત્તને કર્તા માને તે પણ અજ્ઞાની મિથ્યાષ્ટિ છે. 0 8 0 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy