SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ જીવ અને પુગલ એ બન્ને દ્રવ્યો ક્રિયાવર્તી શક્તિ તેમ જ ભાવવર્તી શક્તિ ધરાવે છે. બાકીના ચાર દ્રવ્યો માત્ર ભાવવર્તી શક્તિ ધરાવે છે. પ્રદેશોના હલનચલનરૂપપરિસ્પંદનને ક્રિયા કહેવાય છે. અને પ્રત્યેક વસ્તુમાં થતાતેના પ્રવાહ રૂપ પરિણમનને ભાવ કહેવાય છે. પ્રદેશ ચલાત્મક યોગ્યતાનું નામ " ક્રિયા છે અને પરિણમનશીલ યોગ્યતાનું નામ ભાવ છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ભિન્ન ભિન્ન દ્રવ્યની એક જ સમયની પર્યાયમાં હોય છે. બન્ને દ્રવ્યપોત પોતાની તત્સમયની યોગ્યતાને કારણે જ સ્વતંત્રરૂપે સ્વયં પરિણમિત થાય છે. પ્રત્યેકકાર્ય પોતાના ઉપાદાનનીયોગ્યતાનુસારથાયછે એ નિયમ મુજબ નિશ્ચિત થાય છે કે જીવમાં પોતાનામાં જ એવી યોગ્યતા છે કે જેના કારણે તે બંધાય છે અને તેની આ યોગ્યતા અનાદિકાળથી છે. આને જ ભાવિક શક્તિનું વિભાવરૂપ પરિણમન કહેવામાં આવે છે. અહીંયા આ વિભાવ પરિણમનમાં કારણભૂત (નિમિત્ત) સામગ્રીને જ કર્મકહેવામાં આવે છે, જે પ્રતી સમય બંધાતા રહે છે અને અબાધા કાળ સુધી સત્તામાં રહે છે. પછી ઉદયમાં આવી પોતાનું કાર્ય કરી નિવૃત થઈ જાય છે. જીવમાં નિમિત્તબદ્ધ અશુદ્ધથવાની યોગ્યતા અનાદિકાળથી જ છે. પુદ્ગલમાં પણ સ્વભાવથી જ એવી યોગ્યતા છે કે જેથી તે જીવની અશુદ્ધતાનું નિમિત્ત પામીને તેના પ્રદેશો સાથે બંધાય છે. મૂળમાં આવીયોગ્યતાઓ જ ઉભયબંધનું કારણ છે અને એનો કાળ પાકતાં ક્રમબદ્ધ ઉદયમાં આવે છે. પુદ્ગલમાં કર્મરૂપ અવસ્થાને જીવ ઉત્પન્ન નથી કરતો. તે તો પુદ્ગલનું પરિણમન પુગલની પોતાની તત્સમયની યોગ્યતાથી જ થાય છે. પરંતુ યોગાનુયોગ જીવની પણ તત્સમયની યોગ્યતાથી ત્યાં હાજરી હોવાથી જીવના પરિણામ તે વખતે નિમિત્તભૂત ન હોય તેમ નથી થતું. જીવના પરિણામ ખરેખર બંધનું કારણ નથી. બન્ને દ્રવ્યોનું પરિણમન તત્સમયની યોગ્યતાથી સ્વતંત્રપણે જ થાય છે. કર્મોના ઉદયથી જીવના પરિણામ બગડે એવું પણ નથી. બન્નેની નિમિત્તરૂપહાજરી જ ત્યાં હોય છે અને ખરેખર આ બન્ને વચ્ચે બીજો કોઈ સંબંધ નથી. આ જ તેમનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કર્તા-કર્મ સંબંધ નથી એ સમજવું. કાર્યકારણને અનુરૂપ હોય છે અને નિમિત્તકારણ કાર્યને અનુકૂળ હોય છે તત્સમયની યોગ્યતા એ જ ઉપાઠાન કારણ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy