________________
૨૦૧
સ્વભાવનો અર્થ એવો છે કે જે વસ્તુમાં જેવા કાર્ય રૂપ થવાની યોગ્યતા હોય છે તેવું કાર્ય થાય છે.
નિયતી નો અર્થ એવો છે કે કાર્યરૂપ થવાની તે યોગ્યતાક્રમબદ્ધ છે. જે થવાનું છે તે જ થાય છે.
નિમિત્ત નો અર્થ એ છે કે યોગ્યતા નિમિત્ત સાક્ષેપ કાર્યરૂપ પ્રગટ
થાય છે.
કાળલબ્ધિ- એક કાળે જયારે એક જ કાર્ય થાય છે ત્યારે વસ્તુમાં એક કાળે એ પ્રકારની યોગ્યતા પણ એક જ પ્રકારની જોવા મળે છે. અને જ્યારે એ કાર્ય એ પ્રમાણે થવાનું છે તો તે પ્રમાણે તેવો પુરુષાર્થ ઉપડે જ છે. પુરુષાર્થમાં બીજા ચાર આવી જાય છે.
• સાધારણ નિયમ એ છે કે પ્રત્યેક કાર્ય પોતાના ઉપાદાનની યોગ્યતાનુસાર જ થાય છે. ઉપાદાનકારણ ત્રણ પ્રકારના છે.
* ત્રિકાળી ઉપાદાન.
* અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય સંયુકત દ્રવ્ય ક્ષણિક ઉપાદાન. * તત્સમયની પર્યાયની યોગ્યતારૂપ ક્ષણિક ઉપાઠાન.
જે કાર્ય થયું તે જ તે સમયની પર્યાયની યોગ્યતારૂપ ક્ષણિક ઉપાદાન કારણ અને તે પર્યાય કાર્ય.
તત્સમયની પર્યાયની યોગ્યતારૂપ ક્ષણિક ઉપાદાન કારણ જ વાસ્તવિકમાં કાર્યનું પરમાર્થ કારણ છે. • દ્રવ્યનુંજસ્વરૂપપ્રતિસમય ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યાત્મક છે.તેથી પરિણમનમાં ઉપાદાનની યોગ્યતા જ મુખ્ય છે. પરંતુ ઉપાઠાનની યોગ્યતાના સદ્ભાવમાં પણ નિમિત્ત વિના કાર્ય થતું નથી. યોગ્ય નિમિત્તના સદ્ભાવમાં જ દ્રવ્યનું પરિણમન થાય છે. છતાં નિમિત્તના સદ્ભાવમાં પણ દ્રષ્યનું પરિણમન તો પોતાથી જ થાય છે. કારણ કે ઉપાદાન પોતાના પરિણમનમાં સ્વતંત્ર છે, નિમિત્ત કાંઈ કરતું નથી.
તત્સમયની યોગ્યતારૂપ ક્ષણિક ઉપાદાન જ વાસ્તવમાં સમર્થ ઉપાદાન છે અને તે જ કાર્ય અંગેનું સાચું નિયામક કારણ છે.
• પદાર્થનું જેવું પરિણમન થવા યોગ્ય છે તેવી જ બુદ્ધિ થઈ જાય છે, તેવો જ અધ્યવ્યસાય થવા લાગે છે, તેવું જ નિમિત્ત તે કાળે મળી જાય છે. આ સહજ પ્રક્રિયા છે અને એ સમજવાથી આકુળતા-વ્યાકુળતાનો અભાવ થઈ સમતા શાંતિ સુખ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org