SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ I૧૩ પાત્રતા નિર્ણય કરવાવાળાની અંતર્ભુમિકા? જેના અંતરમાં એ પ્રશ્ન (વિચાર) આવ્યોકે “ભ્રમથી ભૂલીને પ્રાપ્તપર્યાયમાં જતન્મય થઈ ગયો છું, પરંતુ આ પર્યાયનીથોડાજ સમયની સ્થિતિ છે”. આવા વિચાર કરવાવાળાં જીવને નિર્ણય કરવાની ઉગ્ર તત્પરતા છે. એવો જીવ પોતાના આ જીવનની એક ક્ષણ પણ વ્યર્થ ખોવા નથી ઈચ્છતો. એવાજીવને ક્ષયોપશમવિશુદ્ધિ અને દેશનાલબ્ધિતો પ્રાપ્ત થઈ ગઈ છે અને હવે નિર્ણય કરીને પ્રાયોગ્ય અને કરણ લબ્ધિ પાર કરીને નિશ્ચિતરૂપથી સમ્યકત્વ પ્રાપ્ત કરી લેશે. - પડ્મનંદિપંચવિશંતિકા માં આ પ્રમાણે કહ્યું છેઃ તત્વતિ પ્રીતિચિત્તેન યેન વાર્તાડપિ હિમૃતા. નિશ્ચિત સ ભવેદ ભવ્યો ભાવિ નિવાર્ણભાજના” જેણે આત્માની વાર્તા પ્રીતિચિત્ત પૂર્વક સાંભળી છે, એ નિશ્ચયરૂપથી ભવ્ય છે અને ભાવિ નિર્વાણનું પાત્ર છે. પરમાત્મા પ્રકાશ” માં પણ આચાર્ય યોગીન્દ્રદેવે આવા આશયની પ્રાર્થના કરી છે, “હે ભગવાન, હું તો સંસાર ભ્રમણ કરી કરીને ત્રાસી ગયો છું, મને બધું જ મળ્યું, પરંતુ એકમાત્ર શુદ્ધાત્મતત્ત્વની પ્રાપ્તિનથી થઈ, એટલે મને મારા શુદ્ધાત્મા તત્ત્વની પ્રાપ્તિ કેમ થાય એ ઉપાય બતાવો. મારે હવે એક પણ ભવ ધારણ નથી કરવો'. આવા પ્રકારની ભાવનાવાળો જીવ જયારે નિર્ણય કરવાને સન્મુખથાય છે તો એ સમયે એની અંતર્ભુમિકા અત્યંત ઉગ થાય છે, એવી ભાવનાવાળા જીવની રુચિ હવે સંસાર, શરીર, ભોગોથી હટીને એકમાત્ર પોતાનું આત્મહિત અર્થાત્ મોક્ષમાર્ગ પ્રાપ્ત કરવા પ્રતિ તીવ્રતાની સાથે અગ્રસર થાય છે. શ્રીમદ્ રાજચંદ્ર પાત્રતા ' વિશે કહ્યું છે કે, કામ એક આત્માર્થનો, બીજો નહિ મન રોગ”. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષા, ભવે ખેદ, પ્રાણી દયા,ત્યાં આત્માર્થ નિવાસ'. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન”. • આવી ભાવના જાગૃત થવાથી એ જીવ બહારમાં તો જેમ છે તેમ જ દેખાય છે પરંતુ અંતરની રુચિનોવેગપલટાઈ જાય છે. આત્માના કલ્યાણના ઉપાયરૂપ Jain Educaton International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy