________________
૧૯૧
આસ્થાનો અભાવથઈ જ્ઞાનીનાકથનમાંથીભૂલશોધવાનીવૃતિએ અભક્તિના પરિણામમાં પરિણમે છે.
સ્થૂળ સ્વછંદના સદ્ભાવમાં જીવને સ્વ-પર ના દોષનો નિષેધ આવવાને બદલે ઉલ્ટો પક્ષ થાય છે. અને તે એટલું પણ ભૂલી જાય છે કે નિષ્પક્ષપણે પોતાના દોષનું અવલોકન થવું તે મુમુક્ષુતાનું સ્વરૂપ છે. તેના બદલે સ્થૂળ સ્વછંદને લીધે તે બીજાના દોષ-ભાવનું સમર્થન કરે છે. ધારણાશાનનું અભિમાન એ સ્વછંદનું રૂપ છે. જ્યાં સુધી સ્વછંદરૂપી અંધત્ત્વ છે ત્યાં સુધી જ્ઞાનીના વચનો તેના અંતઃકરણને સ્પર્શતા નથી. તેથી જ્ઞાની પ્રત્યે પરમ વિનયભાવ ઉત્પન્ન થતો નથી. તેને પોતાના સમાન કલ્પના રહ્યા કરે છે. હઠાગ્રહ, અસરળતા, જીદ-વગેરે પ્રકારના પરિણામ પણ આત્માર્થને બહુ બાધક છે. માર્ગ સહજતાથી, વિવેક અને ધીરજથી પ્રાપ્ત થાય છે. માર્ગ પ્રાપ્તિમાં સરળતા એક મુખ્ય કારણ છે. શાતા આદિ મંદકષાય અન્ય
ભાવમાં રોકાવું તે નિશ્ચયથી અસરળતા છે અને પ્રતિબંધનું કારણ છે. • લોકભય, સમાજભય અથવા અપકિર્તાના ભયને લીધે વિનયની ઓછપ રહે
છે. કોઈને કુટુંબ, પરિગ્રહ આદિ સંયોગને વિષે જ્ઞાની કરતાં પણ અધિક રાગ, કોઈને પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચાર/ વચનનું તોલન કરવામાં આવે છે તો કોઈને માનવશ ગ્રંથસંબંધી વાંચનની વ્યાખ્યાનની કુશળતા અથવા જાણપણું હોવાથી તેની વિશેષતા દર્શાવીને મોટાઈની ઈચ્છા રહ્યા કરે છે. કોઈને કુળ અથવા સંપ્રદાયની પરંપરાથી અંગીકાર કરેલા ક્રિયાકાંડ અથવા રૂઢિનો આગ્રહ રહ્યાકરે છે. આ બધા કારણો જીવને જ્ઞાનીનું સમીપપણું થતા રોકે છે. વળી, ઉલ્લાસીત વીર્યથી પોતાનું નિહિત કરવાનો જે ઉત્સાહ તેનું ઉત્પન્ન નથવું તેને પ્રમાદ કહે છે. આવા પ્રમાદનો યથાર્થ સમજણપૂર્વક ત્યાગના થાય તો શાસ્ત્રથી થયેલું જાણપણું કાંઈ કાર્યકારી થતું નથી અને પ્રમાદમાં મનુષ્યભવનો અમૂલ્ય સમય વ્યતીત થઈ જાય છે. વળી અપરિપકવ વિચારદશા અને અધૂરા નિશ્ચયને લીધે જીવને વિભ્રમ સાથે વિકલ્પ-શંકા વગેરે રહ્યા કરે છે અને તેથી તેને સત્પષની ઓળખાણ અને
પ્રતીતિ નથી થતી. • વળી, વિપરીત અભિનિવેશનો જ્યાં સુધી સદ્ભાવ રહે છે ત્યાં સુધી | મિથ્યાત્વનો નાશ થતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org