SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ૦ ક્રમબદ્ધ પરિણમનનો અર્થ માત્ર કાળની નિયતી જ નહિ, પરંતુ એમાં પાંચ સમવાય-૧. સ્વભાવ ૨.કાળલબ્ધિ ૩.નિયતી (ભવિતવ્યતા) ૪. નિમિત્ત અને પ. પુરુષાર્થ-એ બધાનાનિશ્ચિત થવાનો (હોવાનો) નિયમ છે. આ પાંચે ભેગા થાય ત્યારે કાર્ય થાય છે. આત્માની ઉપલબ્ધિમાં પણ આ પાંચે જોઈએ. પુરુષાર્થ આપાંચસમવાયમાં છે અને પુરુષાર્થની મુખ્યતા હોવાથી બીજા ચારે સમવાય આમાં આવી જાય છે. ક્રમબદ્ધ પર્યાયનું આવું સાચું સ્વરૂપ સમજવું અને એમાં શ્રદ્ધા કરવી એ જ સત્ય પુરુષાર્થ છે. તો પ્રશ્ન થાય છે કે હવે કરવું શું? કરવાની છે આપણી મતિને વ્યવસ્થિત અને આપણે કરીએ છીએ જગતને વ્યવસ્થિત. જે ખરેખર વ્યવસ્થિત થવાનું નથી. એટલે આપણી સમાજમાં વ્યવસ્થતા કરવાની છે. આપણે ભૂલ કરીએ છીએ ક્યાં અને સુધારીએ છે ક્યાં? આ જ દિવસ સુધી જેટલી ભૂલો થઈ છે તેવાણીમાં, ક્રિયામાંકે જ્ઞાનમાં થઈ છે. વસ્તુમાં કોઈ દિવસ ભૂલ થતી નથી. વસ્તુઓ તો જેમ છે તેમ વ્યવસ્થિત જ છે અને તેનું પરિણમન પણ સુનિશ્ચિત ક્રમાનુસાર જ થાય છે. જે સ્વરૂપ સમજયા વિના પામ્યો દુઃખ અનંત'.. આજ સુધી આપણે આ વ્યવસ્થિત જગતને ક્રમબદ્ધ પરિણમન સહિત જાણ્યું નથી, માન્યું નથી, શ્રદ્ધાયું નથી, અનુભવ્યું નથી. એને અવ્યવસ્થિત જ માન્યું છે. આ થઈ પ્રથમ ભૂલ. એ સુધારવી પડે. અને હવે જો આ જગત વ્યવસ્થિત થઈ જાય તો મારી માન્યતા સાચી થઈ જાય. તો આ જગતને સુધારવાની બીજી ભૂલ. તારી માન્યતા સાચી કરવા જગતને સુધારવાની જરૂર નથી. તારી માન્યતા બદલવાની જરૂર છે. જગતતો જેવું છે તેવું જ છે. તારી વાણીમાં, ક્રિયામાં, જ્ઞાનમાં સુધારો કરવાની જરૂર છે. તારી મતિ સુધારવાની છે. એનો અર્થ એ થયો કે તારી અનાદિકાળથી ચાલી આવેલી માન્યતાઓ બદલવાની છે. જે દૃષ્ટિ મિથ્યા છે, તે દ્રષ્ટિ બદલી સમ્યગ્દષ્ટિ કરવાની છે. ખરેખર તો વ્યવસ્થતા છે તે માત્ર જાણવાની જ છે, નવું કાંઈ કરવાનું નથી. આજ દિવસ સુધી વૈજ્ઞાનિકોએ જે સંશોધનક્યું છે તે શું છે? જે જગતમાં વ્યવસ્થિત હતું તેને જ જાણ્યું છે અને ખરેખર તારો સ્વભાવ પણ એ જ છે. માટે સ્વભાવગત જાણવું અને જોવું એ જ ધર્મ છે, કરવું એ મિથ્યાત્વ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy