SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૭૪ આમાં બધાંય કારકો જુદાં જુદાં છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ અન્ય અન્ય છે. પરમાર્થે કોઈ દ્રવ્ય કોઈનું કર્તા હર્તા થઈ શકતું નથી. માટે આ વ્યવહાર છે કારકો અસત્ય છે. તેઓ માત્ર ઉપચરિત અસભૂત વ્યવહાર નય થી કહેવામાં આવે છે. નિશ્ચયથી કોઈ દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે કારકપણાનો સંબંધ છે જ નહિ. નિશ્ચયકારોનું દષ્ટાંત આ પ્રમાણે છે. ૧. કર્તા : માટી સ્વતંત્રપણે ઘડારૂપકાર્યને કરે છે તેથી માટીકર્તા છે. ૨. કર્મ : માટી સ્વતંત્રપણે ઘડારૂપ કાર્યને પહોંચે છે, પ્રાપ્ત કરે છે તેથી માટી કર્મ છે. ઘડો માટી થી અભિન્ન હોવાથી માટી પોતે કર્મ છે. ૩. કરણ : પોતાના પરિણમન સ્વભાવથી માટીએ ઘડો ર્યો તેથી માટી પોતેજ કરણ છે. ૪. સંપ્રદાન : માટીએ ઘડારૂપકર્મ પોતાને જ આપ્યું તેથી મારી પોતે જ સંપ્રદાન છે. ૫. અપાદાન : માટીએ પોતાનામાંથી પિંડરૂપ અવસ્થાનષ્ટ કરીને ઘડારૂપ કર્મ કર્યું અને પોતે તો ધ્રુવ રહી તેથી પોતે જ અપાદાન છે. ૬. અધિકરણઃ માટીએ પોતાના જ આધારે ઘડો કર્યો તેથી પોતે જ અધિકરણ છે. આ રીતે નિશ્ચયથી છ યે કારકો એક જ દ્રવ્યમાં છે. પરમાર્થે એક દ્રવ્ય બીજાને સહાય નહિ કરી શકતું હોવાથી અને દ્રવ્ય પોતે જ (કર્તા) , પોતાને (કર્મ), પોતાનાથી (કરણ), પોતાને માટે (સંપ્રદાન) પોતાનામાંથી (અપાદાન), પોતાનામાં (અધિકરણ) કરતું હોવાથી આ નિશ્ચય છકારકો જ પરમ સત્ય છે. ઉપર્યુક્ત રીતે દ્રવ્ય પોતે જ પોતાની અનંત શક્તિરૂપ સંપદાથી પરિપૂર્ણ હોવાથી પોતે જ છ કારક રૂપ થઈને પોતાનું કાર્ય નિપજાવવાને સમર્થ છે. તેને બાહ્ય સામગ્રી કાંઈ મદદ કરી શકતી નથી. માટે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છનાર આત્માએ બાહ્ય સામગ્રીની અપેક્ષા રાખી પરતંત્ર થવું નિરર્થક છે. શુદ્ધોપયોગમાં લીન આત્મા પોતે જ છ કારક થઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. ૧. કર્તા : આત્મા પોતે અનંત શક્તિશાળી શાયક સ્વભાવ વડે સ્વતંત્ર હોવાથી પોતે જ કર્તા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy