________________
૧ ૭૩
છ કારક : આત્માસ્વભાવને પામેલો, સર્વજ્ઞ અને સર્વ (ત્રણ) લોકનાઅધિપતિઓથી પૂજિત સ્વયંમેવ થકો હોવાથી સ્વયં ભૂ છે એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે.
-પ્રવચનસાર ગાથા ૧૬. આત્મા સ્વયંમેવ છ કારકરૂપ હોવાથી અથવા ઉત્પત્તિ અપેક્ષાએ દ્રવ્યભાવ ભેદે ભિન્નઘાતિકર્મોને દૂર કરીને સ્વયંમેવ આવિર્ભૂત થતો હોવાથી ‘સ્વયંભૂ કહેવાય છે.
આથી એમણૂંકે-નિશ્ચયથી પરની સાથે આત્માને કારકપણાનો સંબંધ નથી કે જેથી શુધ્ધાત્મ સ્વભાવની પ્રાપ્તિને માટે સામગ્રી (બાહ્ય સાધનો) શોધવાની વ્યગ્રતાથી જીવો નકામા પરતંત્ર થાય છે.
ક્ન, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ-એક કારકોના નામ છે. ૧. કર્તા : જે સ્વતંત્રપણે (સ્વાધીને પણે) કરે તે કર્તા. ૨. કર્મ : કર્તા જેને પહોંચે-પ્રાપ્ત કરે તે કર્મ. ૩. કરણ : સાધક્તમ અર્થાત્ ઉત્કૃષ્ટ સાધન તે કરણ. ૪. સંપ્રદાન : કર્મ જેને દેવામાં આવે અથવા જેના માટે કરવામાં આવે છે. ૫. અપાદાન : જેનાથી કર્મ કરવામાં આવે એવી ધ્રુવ વસ્તુ તે અપાદાન. ૬. અધિકરણ : જેમાં અર્થાત્ જેને આધારે કર્મ કરવામાં આવે તે અધિકરણ.
આ છે કારકો વ્યવહાર અને નિશ્ચય એમ બે પ્રકારના છે. જ્યાં પરના નિમિત્તથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે તે વ્યવહાર કારકો અને જ્યાં પોતાના ઉપાદાનકારણથીકાર્યની સિદ્ધિકહેવામાં આવેતેનિશ્ચયકારકો છે. વ્યવહાર કારકોનું દૃષ્ટાંત આ પ્રમાણે છે.
કુંભારે ઘડો બનાવ્યો... સાધનોથી, જળભરનારમાટે, ટોપલામાંથી માટી લઈને, જમીનની આધારથી ૧. કર્તા : કુંભાર છે. ૨. કર્મ : ઘડો છે. ૩. કરણ : દંડ, ચક્ર, દોરી, વગેરે સાધનકરણ છે. ૪. સંપ્રદાન : જળ ભરનાર માટે કુંભાર ઘડો કરે છે તેથી જળ ભરનાર
સંપ્રદાન છે. ૫. અપાદાન: ટોપલામાંથી માટીલઈને ઘડો કરે છે એથી ટોપલો અપાદાન છે. ૬. અધિકરણ: જમીનના આધારે ઘડો કરે છે તેથી જમીન અધિકરણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org