SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ એક વાત ધ્યાન રાખવાની છે, જે પર્યાયો ને અહીંયા અનાદિઅનંત આદિ બતાવવામાં આવી છે એ પણ પ્રતિસમય પલટાય છે, છતાં પણ લગભગ એવીને એવી જ રહે છે -એ અપેક્ષાએ એમને એક પર્યાય કહેવામાં આવે છે. વૈગમાદિ સાત નયઃ જિનાગમમાં પ્રતિપાદન નયોના વર્ગીકરણ નિશ્ચય- વ્યવહાર, દ્રવ્યાર્થિકપર્યાયાર્થિક અને નૈગમાદિક સાતનયોથી અતિરિક્ત જ્ઞાન નય, અર્થ નય અને શબ્દ નયના રૂપમાં પણ કરવામાં આવ્યો છે - આમ તો બધાં જ નય સમ્યક્ત્રુતજ્ઞાનના અંશ હોવાથી જ્ઞાનાત્મક જ હોય છે. છતાં પણ અહિંયાવસ્તુવિષયની અપેક્ષાતેના ત્રણભેદકરવામાં આવ્યા છે. ૧. જ્ઞાન નય-જ્ઞાનને જાણવાવાળો નય. ૨. શબ્દ નય-શબ્દોને જાણવાવાળો શબ્દ નય. ૩. અર્થ નય-અર્થને જાણવાવાળો નય. જગતના સંપૂર્ણ પદાર્થોને પણ ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવે છે. (૧) જ્ઞાનાત્મક (૨) અર્થાત્મક (૩) શબ્દાત્મક. જ્ઞાનની જે પર્યાયમાં સત્-અસત્ પદાર્થો ઝળકે છે, તે જ્ઞાનપર્યાય જ્ઞાનાત્મક વસ્તુ છે, જ્ઞાન પર્યાયમાં ઝળકવાવાળા પદાર્થ અર્થાત્મક વસ્તુ છે અને એ પદાર્થોને પ્રતિપાદન કરવાવાળા શબ્દ શબ્દાત્મક વસ્તુ છે. ગાય” નામનો પદાર્થ અર્થાત્મક વસ્તુ છે. એને જાણવાવાળીજ્ઞાન પર્યાય જ્ઞાનાત્મક વસ્તુ છે અને ગાય” નામનો શબ્દ શબ્દાત્મક વસ્તુ છે. આ પ્રકારે “ગાય” નામક શબ્દના ત્રણ અર્થ થઈ ગયા. ૧. ગાયને જાણવાવાળું જ્ઞાન. ૨. ગાયનામનો પશુ. ૩. ગાય નામનો શબ્દ. આનો તાત્પર્ય એ થયો કે ગાય નામના પશુને તો ગાય કહે છે. ગાયને જાણવાવાળા જ્ઞાનને પણ ગાય કહે છે તથા ગાય શબ્દની પણ ગાય સંજ્ઞા છે. નિષ્કર્ષરૂપમાં કહી શકાય, જ્ઞાનમાં પ્રતિબિસ્મિત ગાયજ્ઞાનાત્મક ગાય છે, ઉચ્ચરિત મા લખેલ ગાય’ શબ્દ શબ્દાત્મક ગાય છે અને દૂધ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy