SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ જેવી રીતે લક્ષ્ય-બિંદુને ભેદવા માટે બંદુક ચલાવનારની એક આંખને પૂરી જ બંધ કરવી પડે છે તે જ પ્રકારે પોતાના વિષયના લક્ષ્યભેદને માટે બીજી નયને સર્વથા ગૌણકરવી પડે છે. એનો નિષેધ આવશ્યક નથી. ગણતા દોષ નથી. એતોનયોના સ્વરૂપમાંજ સમાહિત છે. એટલે સર્વથા ગાણ શબ્દથી ગભરાવવાની વાત નથી. જો કદાચ જિનવાણીમાં ક્યાં પણ નિષેધ શબ્દનો પ્રયોગ હોય તો તેને પણ ગૌણતાના અર્થમાં સમજવો જોઈએ. " ભાઈ ! વસ્તુનું સ્વરૂપ અગાધ છે, એનો તળ, એને પાર પાડવું અસંભવ તો નથી પણ ગંભીર અધ્યયન-ચિંતન-મનનની અપેક્ષા અવશ્ય રાખે છે. જેવી રીતે વસ્તુ સ્વરૂપ અગાધ અને અપાર છે તે જ પ્રકારે તેને પ્રતિપાદન કરવાવાળી પ્રમાણ –નયાત્મક શૈલીપણ કંઈ ઓછી ગંભીર નથી-જટિલ વિષય આવવાથી નિરાશન થવું-એના અભ્યાસથી અલગ પણ ન થવું. પણ બમણા ઉત્સાહથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, સતત પ્રયાસ ચાલુ રાખવો કારણ કે સ્વરૂપની પ્રાપ્તિ કરવાનો આ જ માર્ગ છે. વ્યાર્થિક-૫ર્યાયાર્થિક નયના ભેઠ-પ્રભેદ દ્રવ્યાર્થિક નય જેનો વિષય અભેદ છે એના ભેદ કેમ સંભવ છે? છતાં પણ જિનાગમમાં પ્રયોજનવશ એના પણ ભેદ કરવામાં આવ્યા છે. વસ્તુનો જે અંશ(દ્રવ્યાંશ) દ્રવ્યાર્થિકનયનો વિષય છે, તે શુદ્ધકે અશુદ્ધ અથવા બન્નેથી નિરપેક્ષ છે? આવા પ્રકારના અનેક પ્રશ્ન (વિકલ્પ) એના સંદર્ભમાં ઉપસ્થિત થાય છે. એનો યોગ્ય સમાધાન કરવાના પ્રયોજન થી જ દ્રવ્યાર્થિક નયના ભેઠ-પ્રભેદ કરવામાં આવ્યા છે. તેમા બે ભેદ મુખ્ય છે. ૧. શુદ્ધ દ્રવ્યાર્થિક નય ૨. અશુદ્ધ દ્રવ્યાર્થિક નય. શુદ્ધદ્રવ્ય જ જેનું પ્રયોજન છે તે શુદ્ધદ્રવ્યાર્થિકનય છે અને અશુધ્ધદ્રવ્ય જ જેનું પ્રયોજન છે તે અશુદ્ધ દ્રવ્યાર્થિક નય છે. આ કથનમાં સર્વાધિક મહત્વપૂર્ણસમજવાની વાત એ છે કે અહીંદ્રવ્યની શુદ્ધતા અથવા અશુદ્ધતાથી શું આશય છે અર્થાત શુદ્ધતા અથવા અશુદ્ધતાનો આધાર શું છે? આ પ્રકરણમાં કપાધિ, ભેદકલ્પના અને ઉત્પાદ-વ્યયથી નિરપેક્ષતાજ શુદ્ધતા અને તેમની સાપેક્ષતાજ અશુદ્ધતા છે. આ આધાર પર શુદ્ધદ્રવ્યાર્થિકનય અને અશુદ્ધદ્રવ્યાર્થિકનય-બંન્નેનો ત્રણ ત્રણ પ્રકારના થઈ જાય છે. જેના નામ આ પ્રમાણે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy