________________
૧૫૦
નય ચક્રમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયોની પરિભાષા આ પ્રમાણે છે:
પર્યાયને ગૌણ કરીને જે દ્રવ્યને ગ્રહણ કરે છે તે દ્રવ્યાર્થિક નય છે અને એનાથી વિપરીત દ્રવ્યને ગૌણ કરીને જે પર્યાયને ગ્રહણ કરે છે તે પર્યાયાર્થિક નય છે. સમયસારના આત્મખ્યાતિ” નામની ટીકામાં આ બંન્ને નયોની ચર્ચા આ પ્રમાણે છે.
દ્રવ્યપર્યાયસ્વરૂપવસ્તુમાં જે મુખ્યરૂપથી દ્રવ્યનો અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિક નય અને જે મુખ્યરૂપથી પર્યાય નો અનુભવ કરાવે તે પર્યાયાર્થિકાય છે.
આ પરિભાષાની ઊંડાણમાંદષ્ટિનાખવાથી એક વાત સ્પષ્ટ સમજાય છે કે બંન્નેનયના વિષય એક વસ્તુની મર્યાદાની અંદર છે. આનયોનું મૂળ કાર્ય સમસ્ત વસ્તુઓને મેળવીને જોવાની અપેક્ષા મુખ્યરૂપથી પ્રત્યેક વસ્તુને એના વિભિન્ન પક્ષોથી જોવાની છે– પ્રકાશીત કરવાની છે. આ પ્રમાણે એ પણ પ્રતિકલિત થાય છે કે પ્રમાણના વિષયમાં મુખ્ય ગૌણની વ્યવસ્થા નથીકારણકે એનો વિષયસંપૂર્ણ વસ્તુ છે. એના વિષયમાં વસ્તુનાબંન્ને અંશો મુખ્ય રહે છે. નયોનો વિષય વસ્તુનો અંશ બને છે એટલે જે વસ્તુનો જે અંશજે નયનો વિષય બને છે તે અંશમુખ્ય હોય છે-બાકીનો અંશગૌણ રહે છે. મુખ્ય અંશને વિવક્ષિત અંશ અને ગૌણ અંશને અવિવક્ષિત અંશ પણ કહે છે.
એટલે એ સ્પષ્ટ છે કે વસ્તુના દ્રવ્યાંશને જાણવા/બતાવવાવાળો દ્રવ્યાર્થિકનય છે અને પર્યાયાંશને જાણવા/ બતાવવાવાળો પર્યાયાર્થિન છે.
બધી જ વસ્તુઓ સામાન્ય વિશેષાત્મક હોવાને લીધે વસ્તુનો સ્વરૂપ જોવાનાકમથી સામાન્ય અને વિશેષને જાણવાવાળીબે આંખો છે - ૧. દ્રવ્યાર્થિક ૨. પર્યાયાર્થિક
દ્રવ્યાર્થિક ચક્ષુ થી જોવાના સમયે પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ રાખવાની છે જરા પણ ખુલ્લી રાખવાની નથી. જો પર્યાયાર્થિક ચક્ષુને જરા પણ ખુલ્લી રાખી તો દ્રવ્યાર્થિક નયનો વિષયભૂત દ્રવ્ય જોવામાં નહિ આવે. એવી જ રીતે પર્યાયાર્થિક ચક્ષુથી જોવાના વખતેદ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથાબંધ રાખવાની છે, જરાપણ ખુલ્લી રાખવાની નથી, અન્યથા પર્યાયાર્થિક નયના વિષયભૂત પર્યાય જોવામાં નહિ આવે. એકનયની વિષયભૂત વસ્તુને જોવા માટે બીજી નયની આંખને સંપૂર્ણ બંધ રાખવી આવશ્યક જનહિ અનિવાર્ય છે. એ પણ યાદ રાખવાનું છે કે દ્રવ્યાર્થિક ચક્ષુથી જોતા સમયે પર્યાયાર્થિક ચક્ષુને માત્ર બંધ જ રાખવાની છે-ફોડી નથી નાખવાની કારણકે સર્વથા બંધ રાખવાથી સમ્યક એકાંત હોય છે અને ફોડી નાખવાથી-મિથ્યાએકાંત.
Jain Education International
For Personal & Private Use Only
www.jaineibrary.org