SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ ૩. જીવનો શરીર છે. (ભિન્ન વસ્તુઓના સંશ્લેષસહિત સંબંધને વિષય કરવાવાળો અનુપચરિત અસદ્ભુત વ્યવહારનય). ૪. દેવદત્તનું ધન છે. (ભિન્ન વસ્તુઓમાં સંલેષરહિત સંબંધનાવિષયકરવાવાળા ઉપચરિત અસદ્ભુત વ્યવહારનયનાસ્વરૂપવિષય વસ્તુને સ્પષ્ટ કરવાવાળો). દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક (સ્વરૂપ અને વિષયવસ્તુ) પ્રત્યેક વસ્તુ સામાન્ય -વિશેષાત્મક છે. વસ્તુના સામાન્ય અંશનેદ્રવ્ય અને વિશેષ અંશને પર્યાય કહે છે. આ જ કારણથી વસ્તુના સામાન્ય અંશને ગ્રહણ કરવાવાળા જ્ઞાનના અંશનેદ્રવ્યાર્થિકનય અને વિશેષ અંશને ગ્રહણ કરવાવાળા જ્ઞાનના અંશને પર્યાયાર્થિક નય કહે છે તથા બંન્ને અંશોને એક સમયે ગ્રહણ કરવાવાળા જ્ઞાનને પ્રમાણ કહે છે. સામાન્ય-વિશેષાત્મકપદાર્થપ્રમાણનો વિષય છે. વસ્તુ પ્રમાણનો વિષય છે અને વસ્તુનો એક અંશનયનો વિષય છે અને જે અર્થ પ્રમાણ અને નયથી નિર્ણિત થાય છે તે નિક્ષેપનો વિષય છે. દ્રવ્યાર્થિક નયનો વિષય સામાન્ય, એક, નિત્ય અને અભેદ સ્વરૂપ વસ્વંશ છે તથા પર્યાયાર્થિકનયનો વિષયવિશેષ, અનેક, અનિત્ય અને ભેદ સ્વરૂપવતંશ છે. જેમાં ઉપર્યુક્ત બધું જ સમાહિત છે, તે વસ્તુ પ્રમાણનો વિષય છે. અર્થાત્ સામાન્ય-વિશેષાત્મક, એકાનેકાત્મક, નિત્યાનિત્યાત્મક અને ભેઠાભેદજ્યક વસ્તુ પ્રમાણનો વિષય છે. જો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ વિચાર કરીએ તો પ્રમાણની વિષયભૂત વસ્તુ - દ્રવ્યની અપેક્ષા સામાન્ય-વિશેષાત્મક. - ક્ષેત્રની અપેક્ષા ભેઠાભદાત્મક - કાળની અપેક્ષા નિત્યાનિત્યસ્મક. - ભાવની અપેક્ષા એકાત્મક છે. આજ વિશેષતાને કારણેદ્રવ્યાર્થિક નયનાવિષયનેદ્રવ્ય, સામાન્ય, અભેદ, નિત્ય, એક તથા પર્યાયાર્થિક નયના વિષયને પર્યાય, વિશેષ,ભેદ, અનિત્ય, અનેક આદિ શબ્દોમાં અભિહિત કરવામાં આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy