________________
૧૪૫
* સર્વપ્રથમ પરદ્રવ્ય અને તેની પર્યાયોથી ભિન્નતાતથા પોતાના ગુણ-પર્યાયો
થી અભિન્નતા બતાવવી યોગ્ય હતી; કારણ કે પ્રત્યેક દ્રવ્યની ‘ઈકાઈ ' સ્થાપિત ર્યા વગર-સ્પષ્ટ ર્યા વગર વસ્તુની સ્વતંત્રતા અને સ્વાયતત્તા
સ્પષ્ટ નથી થતી. * પ્રત્યેકદ્રવ્ય પોતાના ભલા-ખુરાનો જવાબદાર સ્વયં જ છે, પોતાનું ભલું
બુરું કરવામાં સ્વયં સમર્થ છે અને તેના માટે પૂર્ણ સ્વતંત્રપણ છે.-આસ્પષ્ટ કરવું અશુદ્ધ નિશ્રયનયનું પ્રયોજન છે. પોતાના આ પ્રયોજનની સિદ્ધિને માટે એ રાગ-દ્વેષ, સુખ-દુઃખ જેવી અપ્રિય અવસ્થાઓને પણ પોતાની સ્વીકાર કરે છે, એના કર્તુત્વ અને ભોક્નત્વનો પણ સ્વીકાર કરે છે, એને કર્મકૃત (કર્મજન્ય) કે પરફત કહીને એની જવાબદારી બીજા ઉપર નથી ઠોકતો.
પ્રત્યેક જીવને એ સમજાવવું આ નયનું પ્રયોજન છે કે જો કે પરપદાર્થ અને એના ભાવોનું કર્તા-ભોક્તા અથવા જવાબદાર આ આત્મા નથી, તથાપીરાગાદિ વિકારીભાવસ્વરૂપ અપરાધસ્વયંની ભૂલથી, સ્વયંમાં, સ્વયં જ થયા છે; એટલે એનો કર્તા ભોકતા અથવા જવાબદાર આ આત્મા સ્વયં જ છે. જયારે આ આત્મા પરદ્રવ્યોથી ભિન્ન અને પોતાના ગુણ-પર્યાયોથી અભિન્ન પોતાને જાણવા લાગ્યો, ત્યારે તેને ક્રમશઃ પર્યાયોથી પણ ભિન્નત્રિકાળી ધ્રુવ સ્વભાવની તરફ લઈ જવાના લક્ષથી એકદેશ શુદ્ધ નિશ્ચયનયથી એમ કહ્યું કે જે પર્યાય પરના લક્ષથી ઉત્પન્ન થઈ, જેની ઉત્પત્તિમાં કર્માદિક પરપદાર્થ નિમિત્ત થયા, જે પર્યાય દુઃખ સ્વરૂપ છે, તેને તું પોતાની શું કામ માને છે? તારો આત્મા તો જ્ઞાન અને આનંદ પર્યાયને ઉત્પન્ન કરે એવો છે. જે પર્યાય સ્વને વિષય બનાવે, સ્વમાં લીન થાય, તે જ પોતાની હોઈ શકે. શાનીતો તેનો જ કર્તા-ભોક્તા હોઈ શકે છે. રાગાદિ વિકારી પર્યાયોને પોતાની કહેવતો સ્વયંને વિકારી બનાવવો છે, અજ્ઞાનીબનાવવો છે; કારણકે વિકારનો કર્તાભોક્તા વિકાર જ થઈ શકે છે. ભલે એ પોતાનામાં જ ઉત્પન્ન થઈ છે, પણ તે પોતાની નથી થઈ શક્તી. આ પ્રમાણે વિકારથી હચવવા માટે નિર્મળ પર્યાય થી અભેદ સ્થાપીત કર્યુ નિર્મળ પર્યાય થી અભેદ સ્થાપીત કરવું મૂળ પ્રયોજન નથી, મૂળ પ્રયોજન તો ત્રિકાળી દ્રવ્યસ્વભાવ સુધી લઈ જવાનું છે, તેમાં જ અહેબુદ્ધિ સ્થાપિત કરવાની છે; પણ ભાઈ! એક સાથે આ બધું કેમ થઈ શકે? એટલે ધીરે ધીરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org