SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ પર્યાયને અભૂતાર્થ કહી છે – એ કારણ થી પર્યાય છે જ નહિ– ઘીના ઘડાની જેમ છે – એવું નથી. ક્ષાયિક આદિ ચાર ભાવોને પરદ્રવ્ય -પરભાવ કહ્યા- એટલે પર્યાય નથી– જુઠ્ઠી છે એવું નથી. = જુઠ જેવી રીતે સાબુ લગાડયા વગર કપડાં સાફ નથી થતાં અને સાબુ લગાડી પડી હોય તોય કપડાં સાફ નથી થતાં. સાખું લગાવી કપડાં ધોવાથી કપડાં સાફ થાય છે. એની સાર્થકતા લગાડીને ધોવામાં છે. એવી રીતે વ્યવહાર વિના નિશ્ચયનો પ્રતિપાદન નથી થતો અને વ્યવહારના નિષેધ વિના નિશ્ચયની પ્રાપ્તિ નથી થતી. નિશ્ચયના પ્રતિપાદનને માટે વ્યવહારનો પ્રયોગ અપેક્ષિત છે અને નિશ્ચય ની પ્રાપ્તિ ને માટે વ્યવહારનો નિષેધ આવશ્યક છે. જો વ્યવહારનો પ્રયોગ નહિ કરીએ તો વસ્તુ આપણી સમજમાં નહિ આવે અને જો વ્યવહારનો નિષેધનકરીએ તો વસ્તુની પ્રાપ્તિ નહિ થાય. વ્યવહારનો પ્રયોગ પણ જિનવાણીમાં પ્રયોજનથીકરવામાં આવ્યો છે અને નિષેધ પણ પ્રયોજનથીકરવામાં આવ્યો છે. સમસ્ત જિનવાણી એક આત્મપ્રાપ્તિના ઉદ્દેશ્યથી જ લખાઈ છે. આ ઉદ્દેશ્યથી જ નિશ્ચય અને વ્યવહારનો સંબંધ નિષેધ્ય-નિષેધક માનવામાં આવ્યો છે. નિશ્ચય-વ્યવહારની સંધિઃ = જો જિનમતને પ્રવર્તાના ઈચ્છો તો નિશ્ચય વ્યવહારમાંથી એકને પણ ન છોડો, કારણ કે વ્યવહાર વગર તીર્થનો લોપ થઈ જશે અને નિશ્ચય વિના તત્ત્વનો લોપ થઈ જશે. તીર્થનો અર્થ છે ઉપદેશ અને તત્ત્વનો અર્થ છે શુદ્ધાત્માનો અનુભવ. ઉપદેશની પ્રક્રિયાપ્રતિપાદનદ્વારા સંપન્ન થાય છે તથા પ્રતિપાદન કરવાનું વ્યવહારનું કામ છે. એટલે વ્યવહારને સર્વથા અસત્યાર્થ માનવાથી તીર્થનો લોપ થઈ જશે. શુદ્ધાત્માનો અનુભવ નિશ્ચયનયના વિષય ભૂત અર્થમાં એકાગ્ર થવા પર થાય છે – એટલે નિશ્ચયનયને છોડી દેવાથી તત્ત્વની પ્રાપ્તિ નહિ થાય . અર્થાત્ આત્માનો અનુભવ નહિ થાય. દ્વાઠ શાંગ જિનવાણી માં વ્યવહાર દ્વારા જે પણ ઉપદેશ દેવામાં આવ્યો છે -તેનો સાર એકમાત્ર આત્માનુભૂતિ છે. આત્માનુભૂતિ જ સમસ્ત જિન શાસનનો સાર છે. આવી રીતે અહીંયા ઉપદેશની પ્રક્રિયામાં વ્યવહારનય પ્રધાન છે અને અનુભૂતિની પ્રક્રિયામાં નિશ્ચયનય પ્રધાન છે. જ્ઞાનીજન જયારે વ્યવહારનયને હેય અથવા અસત્યાર્થ કહે છે તો તેને ગૌણ કરવાથી જ અસત્યાર્થ કહે છે, અભાવ કરતાં નહિ. આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy