SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ તીર્થકર ભગવાન મહાવીરનું તીર્થ આજે પણ પ્રવર્તીત છે. કારણકે એમની વાણી માં નિરૂપિત શુદ્ધાત્માનો અનુભવ જ્ઞાનીજન આજે પણ કહે છે - આ વ્યવહાર અને નિશ્ચયની અદ્ભુતસંધિ છે. અનુભવના પ્રેરણાની દેશનારૂપ વ્યવહાર અને અનુભવરૂપ નિશ્ચયની વિદ્યમાનતા જ વ્યવહારનિશ્ચયને નહિ છોડવાની પ્રક્રિયા છે. બીજી રીતે વિચાર કરીએ તો મોક્ષમાર્ગની પર્યાયને તીર્થ કહેવામાં આવે છે તથા જે ત્રિકાળીધુવનિજ શુદ્ધાત્માવસ્તુના આશ્રયથી મોક્ષમાર્ગની પર્યાય પ્રગટ થાય છે એને તત્ત્વ કહે છે. એટલે વ્યવહારને નહિ માનવાથી મોક્ષમાર્ગ રૂ૫ તીર્થ અને નિશ્ચય ને નહિ માનવાથી શુદ્ધાત્મતનો લોપનો પ્રસંગે ઉપસ્થિત થશે. એટલા માટે વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ યથાર્થ માનવું. જયાં સુધી પૂર્ણતા નથી થઈ ત્યાં સુધી નિશ્ચય-વ્યવહાર બંન્ને હોય છે. પૂર્ણતા થઈ ગઈ-અર્થાત્ સ્વયંમાં પૂર્ણ સ્થિર થઈ ગયું, ત્યાં બધી પ્રયોજન સિદ્ધિ થઈ ગઈ. એમાં તીર્થ અને તીર્થનું ફળ બધું આવી ગયું. જે લોકો સમસ્તનયોના સમુહને શોભિત આ ભાગવત્ શાસ્ત્રોને નિશ્ચય અને વ્યવહાર નયના અવિરોધથી જાણે છે-તે મહાપુરુષ સમસ્ત અધ્યાત્મશાસ્ત્રોના હૃદયને જાણવાવાળા અને શાશ્વત સુખને ભોગવવાવાળા હોય છે. થોડીક સ્પષ્ટતા - પ્ર. હવે એક પ્રશ્ન થાય છે કે આટલા બધા નયોથી આત્માને જાણવાનું શું કામ છે? ફક્ત આત્મા” છે એમ જાણી લઈએ તો ન ચાલે? ઉ. ભાઈ! આત્મા છે એમ બૌધિકપણે તો બધા કહે છે. પણ આત્મામાં જેવા અનંત ધર્મો છે તેવા ધર્મો થી તેને ઓળખે તો જ આત્માને જાણ્યો કહેવાય. ‘આત્મા’ છે એમ કહે પણ અનંત ધર્મો જે રીતે છે તે રીતે ન જાણે તો તેણે આત્માને જાણ્યો ન કહેવાય. આ તો બધું ઈદ્રજાળ જેવું લાગે છે. પ્ર. નયોને તો પછી ઈદ્રજાળકેમ કહી છે? ઉ. નયોમાં અનેક પ્રકારની અપેક્ષા પડે છે, તે દ્વારા વસ્તુમાં રહેલા ક્વચિત પરસ્પર વિરુદ્ધ ધર્મો બતાવે છે. સ્યાદ્વાદથી તેનું સાચું સ્વરૂપ ન સમજે તો તેને ઈદ્રજાળ જેવી ગુંચવણી લાગે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy