________________
૧ ૨૪
મિથ્યાત્ત્વાદિ ભાવ ( અહં બુદ્ધિ, મમત્વબુદ્ધિ, કર્તૃત્ત્વબુદ્ધિ, ભોક્નતત્વ બુદ્ધિ અને શેય બુદ્ધિ) થાય છે તે જ બંધના કારણભૂત જાણવા.
આ જગતમાં અનંત આત્માઓ છે, તે દરેક સ્વતંત્ર છે પોતાના શુદ્ધસ્વરૂપપણે નિત્યટકીને તે અવસ્થારૂપે પરિણમે છે, અવસ્થામાં પોતાના દોષથી વિકાર થાય છે અને તે વિકારમાં ર્મો નિમિત્ત છે.
સંસારી જીવને અનાદિથીકષાયરૂપપરિણમન થાય છે, તેથી જીવને દુઃખ થાય છે માટે હે ભવ્ય! તારે તે સર્વે કષાય ટાળવા યોગ્ય છે. • વિશેષમાં એમ જાણવું કે નામકર્મના ઉદયથી શરીર, વચનવામન ઉપજે છે,
તેની ચેષ્ટાના નિમિત્તથી આત્મપ્રદેશનું ચંચળપણું થાય છે તે વડે આત્માને પુગલ વર્ગણાઓથી એકબંધારૂપ હોવાની શકિત થાય છે, તેને યોગ કહે છે. તેના નિમિત્તથી સમયે સમયે કર્મરૂપ હોવા યોગ્ય અનંત પરમાણુઓનું ગ્રહણ થાય છે. ત્યાં અલ્પયોગ હોય તો થોડા પરમાણુંઓનું તથા ઘણો યોગ હોય તો ઘણાં પરમાણુઓનું ગ્રહણ થાય છે. એક સમયમાં ગ્રહણ થયેલા પુગલ પરમાણુંઓ જ્ઞાનાવરણાદિ મૂલ પ્રકૃતિ વાતેની ઉત્તર પ્રવૃતિઓમાં સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે સ્વયં વહેંચાઈ જાય છે અને તે વહેંચણી અનુસાર પરમાણુઓ તે તે પ્રકૃતિઓરૂપ પોતે જ પરિણમી જાય છે.
વિશેષ એ છે કે યોગ બે પ્રકારના છે. શુભયોગ અને અશુભયોગ. ત્યાં ધર્મના અંગોમાં મન-વચન-કાયાની પ્રવૃતિ થતાં તો શુભયોગ હોય છે તથા અધર્મના અંગોમાં તેની પ્રવૃત્તિથતાં અશુભયોગ હોય છે. હવે શુભયોગ હોવા અશુભયોગ હો, પરંતુ સમ્યકત્વ પામ્યા વિના ઘાતિયાકર્મોનીતો સર્વ પ્રકૃતિઓનો નિરંતર બંધ થયા જ કરે છે. કોઈપણ સમય કોઈપણ પ્રકૃતિનો બંધ થયા વિના રહેતો જ નથી. પરંતુ એટલું સમજવાનું કે મોહનીયના હાસ્ય અને શોક યુગલમાં, રતિ અને અરતિ યુગલમાં અને ત્રણ પ્રકારના વેઠમાંથી એક કાળમાં કોઈ એક પ્રકૃતિનો જ બંધ થાય છે.
કર્મબંધનકેવીરીતે થાય છે તે આ પ્રમાણે પણ સમજવું. આત્માના શુભાશુભ ઉપયોગ રૂ૫ ભાવકર્મ છે તેથી જીવનું વીર્ય સ્લરમાન થઈને યોગ ચંચળ થાય છે. રાગ-દ્વેષ સહિત પરમાં પરિણમવું તે ભાવકર્મ છે તે આત્માની સવિકલ્પ દશા હોવાથી ચેતનના વિભાવપરિણામ છે, તેથી જીવનું વીર્યસ્તુરે છે. તેથી મન, વચન, કાયાનાયોગચંચળથતાં જીવના પ્રદેશો પણ કંપે છે અને તેથી કાશ્મણ વર્ગણા કર્મરૂપે પરિણમીને આત્માના પ્રદેશોમાં જોડાય છે. તે બીજરૂપ હોઈ કાળ પાયે વિચિત્ર ફળ આપે છે. યોગ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org