________________
૧૦૮
અનુસાર) માનવાથી પુરુષને સંસાર -મોક્ષ આદિની સિદ્ધિ થાય છે. સર્વથા એકાંત માનવાથી સર્વ નિશ્ચય-વ્યવહારનો લોપ થાય છે. આત્માને રાગાદિક ઉપજે છે તે પોતાના જ અશુદ્ધપરિણામ છે. નિશ્ચયનયથી વિચારવામાં આવે તો અન્ય દ્રવ્ય રાગાદિકનું ઉપજાવનાર નથી અન્ય દ્રવ્ય, તેનું નિમિત્ત માત્ર છે; કારણકે અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય-ગુણ-પર્યાય ઉપજાવતું નથી એ નિયમ છે. જેઓ એમ માને છે-એવો એકાંત કરે કે ‘પદ્રવ્ય જ મને રાગાદિક ઉપજાવે છે’, તેઓનયવિભાગને સમજયાં નથી, મિથ્યાદષ્ટિ છે. એરાગાદિક જીવનાસત્ત્વમાં ઉપજે છે, પરદ્રવ્યતા નિમિત્ત માત્ર છે- એમ માનવું તે સમ્યજ્ઞાન છે. વિકાર તે આત્મદ્રવ્યનો ત્રિકાળી સ્વભાવ નથી, પણ ક્ષણિક યોગ્યતારૂપ પર્યાયસ્વભાવ છે, તે ઉદયભાવ હોવાથી પર્યાય અપેક્ષાએ જીવનું સ્વતત્ત્વ છે.
- “જડકર્મની સાથે જીવને અનાદિનો સંબંધ છે અને જીવ તેને વશ થાય છે. તેથી વિકાર થાય છે, પણ કર્મના કારણે વિકારભાવ થતો નથી. એમ
દયિભાવ સાબિત કરે છે.” કોઈ નિમિત્ત વિકાર કરાવતું નથી પણ જીવ પોતે નિમિત્તાધીન થઈને વિકાર કરે છે. જીવ જયારે પારિણામિક ભાવરૂપ પોતાના સ્વભાવ તરફનું લક્ષ કરી સ્વાધીનપણું પ્રગટ કરે છે, ત્યારે નિમિત્તાધીનપણું ટળી શુદ્ધતા પ્રગટે છે. જીવવિકારો પોતાના દોષથી કરે છે તેથી તે સ્વકૃત છે પણ તે સ્વભાવદષ્ટિના પુરુષાર્થ વડે પોતાનામાંથીટાળી શકાય છે.... અશુદ્ધનિશ્ચયનયથીતેસ્વકૃત છે. અને ટાળી શકાય છે. માટે નિશ્ચયનયથીતે પરકૃત છે...પણતેપરકૃતાદિ
થઈ જતા નથી, માત્ર પોતામાંથી તે ટાળી શકાય છે. પ્ર. એક જીવ બીજા જીવનો ઘાત કરી શકે? ઉ. ના, કારણકે * અસ્તિત્ત્વગુણનાકારણે જીવકે પદાર્થનોકદીનાશથતો નથી; તેથી કોઈ
કોઈને મારી કે જીવાડી શકે નહિ. * સંયોગરૂપ જડ શરીર પણ સ્વતંત્ર પુદ્ગલ દ્રવ્ય છે. તેનો પણ કોઈનાશ
કરી શકે નહિ. શરીરનો વિયોગ થાય તેનો વ્યવહારે ઘાત (નાશ) કહેવાય. જીવ અને શરીરનો વિયોગ પોતપોતાની યોગ્યતાથી થાય છે. તેમાં આયુર્મ પૂરું
થયું તે નિમિત્ત છે. * ઘાત કરનાર જીવ બીજાને ઘાત કરવાનો કષાય ભાવ કરી પોતાના શુદ્ધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org