________________
Bes
5
હૈ
अर्थ : सब आत्माएँ अपनी-अपनी सिद्धता(गुण-प्राग्भाव)रूप कार्य के उपादान अवश्य हैं परन्तु इस उपादान को प्रकट करने में श्री अरिहन्त परमात्मा पुष्ट आलम्बन हैं । यद्यपि आत्मा में उपादानभाव अनादिकाल से रहा हुआ है परन्तु उपादानभाव का प्रकटीकरण प्रभु की सेवा के निमित्त से ही होता है । | અર્થ : સર્વ આત્માઓ પોત-પોતાની સિદ્ધતા(ગુણ-પ્રાળુભાવ)રૂપ કાર્યનાં ઉપાદાન જરૂર છે પરંતુ એ ઉપાદાનને પ્રગટ કરવામાં શ્રી અરિહંત પરમાત્મા પુષ્ટ આલંબન છે. જો કે આત્મામાં ઉપાદાનપણું અનાદિ કાળથી રહેલું છે પણ ઉપાદાન-કારણતાનું પ્રગટીકરણ પ્રભુની સેવાના નિમિત્તથી જ થાય છે.
સ્વો. બાલાવબોધ : હવે આત્મ-નિષ્પત્તિ વિષે તો ઉપાદાન-કારણ મૂલ છે, તો પણ નિમિત્ત-કારણ વિશેષ છે. તે દેખાડે છે, જે કારણ, તે જ કાર્યપણે અભેદં પરિણમેં તે ઉપાદાન-કારણ જાણવું અને જે કર્તાના વ્યાપારે કાર્યને નિપજાવવાનું સહકારી થાય-તેને નિમિત્ત-કારણ કહિયેં. એ નિમિત્તકારણ તે કાર્યથી ભિન્ન હોય. | ઈહાં કોઈ પૂછે છે, ઉપાદાન-કારણમાં તથા નિમિત્ત-કારણમાં જે કારણધર્મ છે તે વસ્તુમાં છતો પર્યાય છે? કે અછતો ઉપજે છે? તેને ઉત્તર કહે છે, જો કારણ-પર્યાય વસ્તુ-ધર્મ હોય, તો સિદ્ધ ભગવાનમાં પણ ઉપાદાનકારણ પામ્યો જોઈયે. તે તો નથી દેખાતું. - કેમ ? જે સિદ્ધમાં કારણ પણું હોય તો કાંહી કાર્ય પણ નીપજાવું જોઈએ. તે કાર્ય તો સંપૂર્ણ નિપનું છે. તથા, નિગોદાવસ્થા વિષે પણ ઉપાદાનકારણ માનવું પડે તે પણ સંભવતું નથી. કેમ ? જે નિગોદાવસ્થામાં ઉપાદાનકારણ માનિયે તો આત્મ-સિદ્ધિરૂપ કાર્ય પણ થવું જોઈયે.
તે કેમ ? જે કારણ તે નિયમાં કાર્ય કરે અને કારણકાલ- કાર્યકાલ તે નિયમો અભેદ છે. તે વિશેષાવશ્યકમાં મતિજ્ઞાનાધિકારથી જોઈ લેજો.
તે માટે કારણ-પર્યાય તે ઉત્પન્ન છે. જે માટે તે કાર્ય સંપૂર્ણ થયે કારણતાનો અભાવ છે અને જેની સાદિ હોય તેનો જ અંત થાય. માટે કારણ-પર્યાય તે સાદિ-સાત છે. ઈહાં કોઈ કહેશે જે, ઉત્પન્ન-પર્યાય તે કેવારેં ઉપનો ? ત્યાં કહે છે કે, જેવારેં કર્ના કાર્ય-રુચિ થાય તેવારેં કારણતા ઉપજે. એટલે ભવ્ય તથા અભવ્ય સર્વ જીવ સંપૂર્ણ સિદ્ધતાના ઉપાદાન છે પણ નિપજાવતા નથી. | ગ્યા માટે ? જે કારણપણું નથી. જો કારણપણું પ્રગટે તો કાર્ય નિપજે. માટે સર્વ આત્મા પોત-પોતાના ગુણ-પ્રાગુભાવરૂપ સિદ્ધતા-કાર્યના ઉપાદાન અવશ્ય છે પણ શ્રી જિનેશ્વર દેવ શુદ્ધ-તત્ત્વનેં અવલંબને કારણતા નિપજાવે. માટે પુષ્ટ કહેતાં નિયામકી-મોટું આલંબન અરિહંત દેવ છે. જે માટે આલંબન વિના આત્મા અનાદિ દોષથી નિવૃત્તિને તત્ત્વને આશ્રી શકે નહિં.
માટે અરિહંત દેવનો-તીર્થ કર નામકર્મનો વિપાક, તેહથી ઉપનાં સમવસરણાદિ જે આશ્વર્ય, તેને આલેખ્યાં સંસારી જીવ પોતાનો આત્મ-ધર્મ નજીક કરે તો જગત જીવના આધાર શ્રી તીર્થંકરની સ્વરૂપ-સંપદાને આલેખ્યાં થક આત્મ-ધર્મ અવશ્ય નિપજે. માટે અરિહંત દેવ તે ભવ્ય જીવને પોતાની શુદ્ધ સત્તા-પ્રાભાર્વે કરતાં મુખ્ય આલંબન છે.
હવે, શ્રી વીતરાગ દેવ પુષ્ટ આલંબન કેવી રીતે છે ? તેનું કારણ કહે છે જે, આત્માને વિષે ઉપાદાનપણું અનાદિનું છે, પણ તે આત્મ-સિદ્ધતારૂપ કાર્યને કરતું નથી. | શા માટે ? જે ઉપાદાન કારણપણે થયું નથી. તે શ્રી જિનવર વીતરાગની જે સેવના તે ઉપાદાનને કારણપણે પ્રગટ કરે છે એટલે અરિહંત દેવની દ્રવ્ય-ભાવથી ભક્તિ કરતાં સંસારી આત્મા મોક્ષનો સાધક થાય.
*
AKn
સ્ટડી
મેરે
પો
't
રરર
HTTTTTTTTITI
for Prstmal Private Use Only
૮૯
www ainelibrary.org