________________
ज्ञायमाना अपि ते कथं तस्य स्वपर्याया भवेयुः ? सर्वसङ्करैकत्वादिप्रसङ्गात्तस्मादमूर्त्तत्वाच्चेतनत्वसर्ववेत्तृत्वाप्रतिपातित्व-निरावरणत्वादय : केवलज्ञानस्य स्वपर्यायाः, घटादिपर्यायास्तु व्यावृत्तिमाश्रित्य परपर्यायाः।।
ये अन्ये तु व्याचक्षते- सर्वद्रव्यगतान् सर्वानपि पर्यायान् केवलज्ञानं जानाति, येन च स्वभावेनैकं पर्यायं जानाति न तेनैवापरमपि किन्तु स्वभावभेदेन, अन्यथा सर्वद्रव्यपर्यायैकत्वप्रसङ्गस्तस्मात् सर्वद्रव्यपर्यायराशितुल्याः स्वभावभेदलक्षणा : केवलज्ञानस्य स्वपर्यायाः, सर्वद्रव्यपर्यायास्तु परपर्यायाः, इत्येवं स्वपर्यायाः परपर्यायाश्चोभयेऽपि परस्परं तुल्या ः केवलस्येति ।।" | અર્થ ઃ (અસ્તિત્વરૂપ સ્વ-પર્યાય અને નાસ્તિત્વરૂપ પ૨-પર્યાય બન્ને વસ્તુના (પ્રસ્તુતમાં અક્ષરના) જ સ્વ-ધર્મ સ્વરૂપ છે), આવું (ગ્રંથકાર દ્વારા) પ્રતિપાદન કરવાથી બીજા શંકા કરે છે કે, જો તેઓ પર-પર્યાયો છે તો તે(અક્ષર)ના નથી અને જો તેઓ તે(અક્ષર)ના છે તો પ૨-પર્યાયો નથી કેમ કે તેના(અક્ષર)થી ભિન્ન વસ્તુ સાથે સંબંધિત હોવાથી જ તે પર-પર્યાય કહેવાય છે. || ૧ || -
માટે અહિં સ્વ-પર્યાયમાં જ તે(અક્ષર)સંબંધી પર્યાયપણું યુક્ત છે તથા જે પર-પર્યાયો છે તેઓ જો ઘટાદિના હોય તો અક્ષરના નથી અને જો અક્ષરના હોય તો ઘટાદિના ન હોઈ શકે. માટે જે પર-પર્યાયો છે તેઓ તે(અક્ષર)ના કેવી રીતે સંભવી શકે ? અને જો તે (અક્ષર)ના હોય તો પરના કેવી રીતે હોય શકે ? આ પ્રમાણે વિરોધ ઉત્પન્ન થાય છે.
(ગ્રંથકારશ્રી જવાબ આપે છે)- તમે અમારા અભિપ્રાયથી અજાણ હોવાથી તમારો વિરોધ અયુક્ત છે કેમકે ઊંડ-કાર, 8-કાર વગેરે તે અક્ષરોમાં ઘટાદિ-પર્યાયો અસ્તિત્વથી અસંબદ્ધ હોવાથી તેઓ પર-પર્યાય કહેવાય છે અન્યથા વ્યાવૃત્તિ(નાસ્તિત્વ)થી તેઓ પણ (અક્ષર સાથે) સંબદ્ધ જ છે.
માટે વ્યાવૃત્તિરૂપ(નાસ્તિત્વ)થી (તેઓમાં અક્ષર સંબંધી) પારમાર્થિક પર્યાયપણું હોવામાં જરા ય વિરોધ નથી. અસ્તિત્વથી તો ઘટાદિપર્યાયો ઘટાદિમાં જ રહેલા હોવાથી તેઓ અક્ષરના પર-પર્યાયો કહેવાય છે, આવો (અમારો) અભિપ્રાય છે. | કોઈ પણ વસ્તુનું સ્વરૂપ બે પ્રકારનું હોય છે- અસ્તિત્વ અને નાસ્તિત્વ. તેથી જેઓ જે(વસ્તુ)માં અસ્તિત્વથી જોડાયેલા હોય છે તેઓ તે(વસ્તુ)ના સ્વ-પર્યાયો કહેવાય છે. વળી જેઓ જે(વસ્તુ)માં નાસ્તિત્વથી જોડાયેલા હોય છે તેઓ તે(વસ્તુ)ના પર-પર્યાયો કહેવાય છે.
આ પ્રમાણે સ્વ અને પ૨ શબ્દો ફક્ત નિમિત્તની ભિન્નતા જ દર્શાવનારા છે પરંતુ એક પણ પર્યાયોમાં તે(વસ્તુ) વિષયક સર્વથા સંબંધનું (હોવું કે ન હોવું-એમ) નિરાકરણ કરનારા નથી.
| વસ્તુ-સ્વભાવથી તો તે(કેવળજ્ઞાન) પણ ‘સ્વ-પર’ પર્યાય ભેદથી ભિન્ન છે કેમકે તે(કેવળજ્ઞાન) જીવનો સ્વભાવ છે જ્યારે ઘટાદિક તેનાથી ભિન્ન છે. || ૧ ||
વસ્તુના યથાવસ્થિત સ્વરૂપને આશ્રયીને ઊંડ-કારાદિ અક્ષરોની જેમ તે કેવળજ્ઞાન પણ સ્વ-પર પર્યાયોના ભેદથી ભિન્ન છે પરંતુ ઉપરોક્ત રીતથી ફક્ત “સ્વ-પ૨’ પર્યાયથી જ યુક્ત નથી. - તે કેવી રીતે ? કેમકે તે કેવળજ્ઞાનરૂપી જીવ-તત્ત્વનો પ્રતિનિયત જીવ-પર્યાય સ્વરૂપ છે પરંતુ તે ઘટાદિ સ્વરૂપ નથી. વળી ઘટાદિ પણ તે(જીવ)ના સ્વભાવરૂપ નથી પરંતુ તેનાથી ભિન્ન છે. | માટે કેવળજ્ઞાનથી જણાતા છતા તે ઘટાદિ તે(કેવળજ્ઞાન)ના સ્વ-પર્યાય સ્વરૂપ કેવી રીતે થઈ શકે ? (અર્થાતુ ન થઈ શકે) કેમકે સર્વ(પર્યાયોનાં) સાંકર્ય(એક બીજામાં ભળી જવા)નો અને એકત્વ(એકરૂપ થવા)નો પ્રસંગ(આફત) આવી પડશે. માટે અમૂર્તપણું-ચેતનાપણુંસર્વજ્ઞપણું –અપ્રતિપાતીપણું-નિરાવરણપણું વગેરે કેવળજ્ઞાનના સ્વ- પર્યાય છે જ્યારે ઘટાદિ-પર્યાય વ્યાવૃત્તિ(નાસ્તિત્વ)ને આશ્રયી (કેવલજ્ઞાનના જ) પ૨-પર્યાય છે. અન્ય(આચાર્ય) જુદો જવાબ આપે છે- સર્વ દ્રવ્યમાં
રહેલા સર્વ પર્યાયોને કેવળજ્ઞાન જાણે છે. તેમાં જે સ્વભાવ એક પર્યાયને જાણે છે, તે જ સ્વભાવથી બીજા પર્યાયોને
નથી જાણતું પરંતુ બીજા સ્વભાવથી જાણે છે. જો આવું ન માનીયે તો સર્વ દ્રવ્ય અને પર્યાયોના એકત્વ(એકરૂપ થઈ
જવા)નો પ્રસંગ(આફત) આવશે. માટે સ્વભાવના ભેદવાળા કેવળજ્ઞાનના સ્વ-પર્યાયો સર્વ દ્રવ્ય અને પર્યાયોની રાશિ જેટલા છે અને જે દ્રવ્ય અને પર્યાયો છે તે કેવળજ્ઞાનના પર-પર્યાયો છે. આ પ્રમાણે કેવળજ્ઞાનના સ્વ-પર્યાયો અને પર-પર્યાય ઉભય પણ પરસ્પર તુલ્ય છે.
ઈત્યાદિ અધિકાર સર્વ મહાભાષ્યથી જાણજો. તે અસ્તિ-નાસ્તિ પર્યાય તે જીવ-દ્રવ્યના સર્વથી અનંત-ગુણા છે, તે સર્વ પ્રભુજી તુમારા નિરાવરણ થયા. તે અનંત-ગુણમયી પરમાનંદ-સંપદા તમારી આગમમાંથી સાંભળતાં મુજને પણ એ રુચિ ઉપની જે- એહવી સિદ્ધતા માહરે પ્રગટે, એહવો અભિલાષ ઉપનો. | તેથી કહું છું કે, હે પરમ પુરુષ ! મુઝ અનાથ દીન કર્મ-વશે ભવ ભમતાને ભવ-સમુદ્રથી પાર ઉતાર. સંસારથી પાર ઉતારવાની વિનતિ તુમ વિના બીજા કોણ આગલ કહું ? જે ભવ-પાર પામ્યા તે આગલ ભવ-પાર પામવાની વિનતિ કરું- તે ભણી સ્વામી ! મુજને સંસાર-નિસ્તાર કરો એ વિનતિ.
જે જીવ ભવથી ઉદ્વિગ્ન-મોક્ષાભિલાષી થયો તે આતુર થઈને કહે છે કે, હે અજિતજિન ! મને તારજો ! સંસારથી પાર ઉતારજો ! તારજો ! હે પ્રભુજી ! તુમેં દીનદયાલ છો. હે સ્વામી ! પરમ ભાવ-કરુણાના કરણહાર છો.
|| તિ પ્રથમવાર્થ: || 9 ||
* ૩૧ના.
dain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
ઉo