________________
प्राति अनादिनी विष परी, तेरीते हो करवा मुझ भाव। करखी निर्विष प्रीतडी, જિળ પ્રવેશોદાવતે વાવ!
ટાષિક. કો.
____ अर्थ : संसारी जीवों को प्रीति का अभ्यास अनादिकाल से है, परन्तु वह प्रीति अप्रशस्त है । पुद्गलों की आशंसा से युक्त होने से वह विष से भरी हुई है । हे प्रभो ! आपके साथ भी ऐसी ही विषमय प्रीति करने की मेरी इच्छा होती है, परन्तु प्रभु के साथ तो निर्विष-प्रीति करनी चाहिए । वह कैसे की जाय ? ज्ञानी पुरुषों ! मुझे यह बताइये ।
અર્થ : સંસારી જીવોને પ્રીતિનો અભ્યાસ અનાદિ કાળથી છે પણ તે પ્રીતિ ‘અપ્રશસ્ત’ છે. પુદ્ગલની આશંસાથી યુક્ત હોવાથી વિષ ભરેલી છે. તે રીતે પ્રભુ ! તમારી સાથે પણ એવી જ વિષમય-પ્રીતિ કરવાનો મને ભાવ થાય છે પણ પ્રભુ સાથે તો નિર્વિષપ્રીતિ કરવાની હોય છે. તો તે કઇ રીતે કરવી ? જ્ઞાની પુરુષો ! મને તે બતાવો. | સ્વ. બાલાવબોધ : હવે સંસારી જીવ મધ્યે પ્રીતિની પરિણતિ અનાદિની છે પરંતુ તે પુદ્ગલના વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-મનોજ્ઞસંયોગ ઉપર ઇષ્ટતા છે તે પ્રીતિ અપ્રશસ્ત છે. નવા કર્મના બંધનું કારણ છે તેથી એ અનાદિની પ્રીતિ વિષ-ભરી છે. - જેમ એશ્વર્યાદિક દેખીને પુગલ-અશુદ્ધતા ઉપર જે ઇષ્ટતા તે રાગ વિષમય છે. તે રાગ સ્વજન-કુટુંબ-પરિગ્રહ ઉપર છે. તે રીતે પ્રભુજી! તુમ ઉપર રાગ કરવાનો મારો ભાવ છે પણ તે રાગ કામનો નહીં. મમકાર-કુલાચારેં જે અરિહંત ઉપર રાગ તે મોક્ષ-માર્ગમાં નહીં.
શા માટે ? જે મમકારેં કોણ રાગ કરતો નથી ? એ રાગ સંસાર-હેતુ છે. ૩વત્ત - “जो अपसत्थो रागो वड्ढइ संसारभमणपरिवाडी । વિસવાસુ સાફસું, રૂત્ત પુપત્તાસું // 9 /''
અર્થ : પાંચ વિષયો, પરિવારાદિ અને પુદ્ગલાદિ પ્રત્યેની ઈષ્ટપણાની મમતા એ અપ્રશસ્ત-રાગ છે. જે આ અપ્રશસ્ત-રાગ વધે છે તે સંસાર-ચક્રમાં પરિભ્રમણ કરાવનાર છે. અને શ્રી અરિહંતથી જે રાગ કરવો તે પ્રશસ્ત કરવો. તેનું લક્ષણ કહે છે -
"नाणाईसु गुणेसु, अरिहंताईसु धम्मरूवेसु । धम्मोवगरणसाहम्मिएसु, धम्मत्थं जो य गुणरागो ।। २ ।। सो सुपसत्थो रागो, धम्मसंयोगकारणो गुणदो । પઢમં ાયવો સો, પત્તા ઉર્ફ તં સવં | ||''
અર્થ : જ્ઞાનાદિ ગુણ, ધર્મની સાક્ષાત્ મૂર્તિ એવા અરિહંતાદિ અને ધર્મના સાધનભૂત સાધર્મિકોના પ્રત્યે ધર્મને અર્થે જે ગુણાનુરાગ છે તે સુપ્રશસ્ત-રાગ છે કે જે ધર્મના સંયોગનું કારણ છે અને ગુણોને પ્રકટ કરનાર છે. તે પ્રશસ્ત-રાગ સર્વ પ્રથમ કરવા યોગ્ય છે કેમ કે તે ગુણોને પ્રાપ્ત કરાવવા દ્વારા અશેષ કર્મોનો ક્ષય કરે છે. તે માટે અરિહંત ઉપર રાગ કરવો તે નિર્વિષ’ કરવો. જેમાં વિષયાભિલાષપણું નહીં, વર્ણાદિકની રીઝ નહીં તથા ઈહલોક-પરલોક ઇંદ્રિય-સુખાભિલાષ નહીં, પ્રભુના જ્ઞાનાદિક ગુણ છે તે મને આપે એવી અભિલાષા નહીં.
એક અરૂપી અજ અવિનાશી અકૃત્રિમ શુદ્ધ જ્ઞાનાદિક ગુણ સકલ વ્યક્ત થયા. સ્વરૂપભોગી-સ્વરૂપ રમણી-સ્વરૂપાશ્રિત એવા ગુણનો રાગ એકલો ગુણ પ્રકટ કરવા વાસ્તે કરવો-તે રાગ નિર્વિષ જાણવો. તે નિર્વિષ-પ્રીતિ કરવાની મુઝમાં તો શક્તિ નથી. તે માટે હવે એ બનાવ કેમ બને ? હે ઉપકારી પુરુષો ! તે તમે કહો.
_|| ત વતુર્થ થાઃ || 8 ||
Jain Education international
For Personal & Private Use Only
૫૦
www.jainelibrary.org