________________
ગ્રંથ-સ્થિત અઘરા અને પારિભાષિક શબ્દોના અર્થ
(નોંધ : કેટલાક શબ્દાર્થો કૌંસમાં સંખ્યા આપેલ છે તેમાં પ્રથમ અંક સ્તવનનો અને બીજો અંક ગાયાનો છે.)
અકલ = સમજી ન શકાય તે.
અક્ષત | અક્ષય / અક્ષર = વિનાશ ન પામે તે.
અખંડ = ટુકડા ન થાય તે.
અગુરુલઘુ = ભારે પણ નહી અને હલકું પણ નહીં તેવો પદાર્થ (આત્મા) અથવા ગુણ (આત્માનો સ્વભાવ). અગૃહિત મિથ્યાત્વ જ્ઞાન).
અનાદિથી ચાલ્યું આવતું અજ્ઞાન (વિપરીત
અગોચર = ઇન્દ્રિયોથી ન જણાય તે.
=
અજ્ઞ = મૂર્ખ અથવા અજ્ઞાની.
અજ્ઞાન = વિપરીત જ્ઞાન અર્થાત્ સમ્યજ્ઞાનનો અભાવ.
અજ્ઞેય = જાણી ન શકાય તે.
અઘાતી કર્મ = આત્માના ગુણોનો સીધો ઘાત ન કરે તેવા કર્મો. તે ચાર છે : (૧) વેદનીયકર્મ (૨) આયુકર્મ (૩) નામકર્મ (૪) ગોત્રકર્મ.
અચલ = સ્થિર
અચેતન = ચેતના (પ્રાણ અથવા જ્ઞાન) રહિત.
અજ = જન્મરહિત (૧૪) (૩૧)
અજીવ = જીવથી વિપરીત લક્ષણવાળું.
અઢાર કોડાકોડી સાગરોપમ સુધી નિર્વાણ માર્ગનું વિઘ્ન= અતીત ચોવીસીના અનુક્રમે બે-ત્રણ-ચાર કોડાકોડી સાગરોપમવાળા ચોથાપાંચમાં-છઠ્ઠા આરામાં તથા વર્તમાન ચોવીસીના અનુક્રમે ચારત્રણ-બે કોડાકોડી સાગરોપમવાળા પહેલા-બીજા-ત્રીજા આરામાં તીર્થંકરોનો અભાવ હોય છે. આમ એકી સાથે કુલ અઢાર કોડાકોડી સાગરોપમ સુધી નિર્વાણ માર્ગનું વિઘ્ન હોય છે. (૧૧) અણગાર = ઘર વગરના સાધુ-સાધ્વી.
અણુ (પરમાણુ) = પદાર્થનો અત્યંત સૂક્ષ્મ અને અવિભાજ્ય અંશ કે જે ફક્ત કેવલીગમ્ય છે.
અતિચાર = પચ્ચક્ખાણ, વ્રત કે નિયમમાં દોષ લાગવો.
અતિશય = તીર્થંકરોને તેમના વિશેષ પ્રકારના કર્મક્ષયથી ઉત્પન્ન વિશિષ્ટ પુણ્યથી પ્રાપ્ત ચોંત્રીસ પ્રકારની ચમત્કારિક ઋદ્ધિ (સિદ્ધિ). અધ્રુવ = અસ્થિર અથવા ચંચળ કે વિનાશી.
અધ્યવસાય = આત્મા અને કર્મના નિમિત્તથી થતો મનનો વ્યાપાર (પરિણામ).
અનંગી = કામી (૯૬)
અનંત = અંત વગરનું અર્થાત્ એક એક સંખ્યા ઘટાડતા ક્યારેય પણ રાશિ સમાપ્ત થાય જ નહિ તે.
કે
અનુકંપા = કરૂણા કે દયા. અનુગ્રહ = ઉપકાર કે કૃપા.
અનુયાયી = અનુસરનારી (૨૮) અનુભાગ કર્મોનો રસ કે જેનાથી તેના ફળની તીવ્રતા કે મંદતા નક્કી થાય છે.
અનુત્તરવાસી = અંતિમ કોટિના કલ્પાતીત સ્વર્ગનો એક ભેદ. અનુમોદના = પ્રશંસા અથવા આદર-સત્કાર. અનુષ્ઠાન = ધાર્મિક ક્રિયા. અનેકાંતવાદ/સ્યાદ્વાદ = એક જ વસ્તુમાં રહેલા પરસ્પર વિરુદ્ધ ગુણ કે સ્વભાવોનું અપેક્ષાપૂર્વક સમન્વય કરતું એકાન્તપણા વગરનું કથન.
=
અન્વયી = અનુસરનારા (૧૨ ૭) અપ્રયાસી = પ્રયત્ન વગરનું, સહજ (૩૧) અમૂર્ત = વર્ણ, ગંધ, રસ, સ્પર્શરહિત. અકાય = પાણીના જીવો(નું શરીર). અપવાદ = કોઈપણ નિયમ, વિધિ કે પ્રવૃત્તિમાં અશક્ય પરિસ્થિતિ વિશેષ માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી છુટછાટ અથવા બદલાવ. અપલાપ = કોઈની વાતને તુચ્છ ગણીને હલકી પાડવી અથવા ન માનવી.
અપરિણામી = જેનું રૂપાંતર ન થાય તે.
=
Jain Education International
અપૂર્વકરણ = જીવોના પરિણામની ક્રમશઃ વિશુદ્ધિના સ્થાનકોમાંનું આઠમું ગુણસ્થાન, પૂર્વે ક્યારેય ન ભેદી હોય તેવી રાગ-દ્વેષની ગ્રંથિનું ભેદવું જેમાં થાય તે.
અપ્રતિપાતી = અવિનાશી.
અપ્રત્યાખ્યાનવરણી = દેશવિરતિ અર્થાત્ શ્રાવકપણાંના ભાવ ન થવા દે એવો કષાય.
અવગાહના = જગ્યા, સ્થાન, ઉંચાઈ.
અવધિજ્ઞાન = ચૌદ રાજલોકના રૂપી પદાર્થોનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી થતું એક પ્રકારનું અતીન્દ્રિય જ્ઞાન.
અવન્ને = અરૂપી (૭ પ્રશસ્તિ)
અવખંભગ્રાહક = આધાર / આશ્રયને લેનાર (૫૪). અવખંભહેતુ = આધાર આશ્રયનાં કારણ દાયક (૫૪)
અનંતાનુબંધી કષાય = એવા કષાયો કે જે જીવને અનંતકાળ સંસારનો અવસર્પિણી કાળ = દસ કોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ અને બંધ કરાવે અને અનંત ભવોમાં પરિભ્રમણ કરાવે,
દસ કોડાકોડી સાગરોપમનો એક ઉતરતો કાળ કે જેમાં ઉત્તરોત્તર સુખ, સમૃદ્ધિ અને ધર્મની હાનિ થાય છે.
અવિરત સમ્યદ્રષ્ટિ = ચોથું ગુણસ્થાનક કે જેમાં વ્યવહારથી સુદેવગુરુ-ધર્મની શ્રદ્ધા હોય, જીવાદિ તત્ત્વોનો બોધ હોય અને નિશ્ચયથી અંતરમાં પરમાત્મ સ્વરૂપ પ્રાપ્તિની ઝંખના હોય પણ બાહ્ય વ્રતનિયમાદિનું પાલન ન હોય. અવ્યાબાધ સુખ = જે સુખ આવ્યા પછી તેમાં ક્યારેય દુ:ખની બાધા ન આવે.
અશુદ્ધ પરિણતિ વિભાવ કર્માનુયાયી = અશુદ્ધ પરિણતિરૂપ વિભાવ કર્મોને અનુસરનારો. (૧૧)
અષ્ટકર્મ / કર્માષ્ટક = જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય,
અપ્રમત્ત સંયત = પ્રમાદ વગરના સંયમવાળા મુનિ.
અપ્રવિચાર = કોઈપણ ગુણ કે પર્યાયમાં સ્થિર વિચારધારા. અબ્રહ્મ = મૈથુન.
અબૂઝ = અણસમજુ.
અભવ્ય = મોક્ષની પ્રાપ્તિ માટે અપાત્ર. અભીષ્ટ =
મનગમતું.
અમૂર્ત = અરૂપી અર્થાત્ ચક્ષુથી ન દેખાય તેવો સ્પર્શદિરહિત પદાર્થ. અયોગ = મન, વચન, કાયાની પ્રવૃત્તિથી રહિતપણું. અયોગી કેવલી = મન, વચન, કાયાની પ્રવૃત્તિનો નિરોધ કરીને નિર્વાણ પ્રાપ્ત થાય તે અવસ્થાવાળું ચૌદમું ગુણસ્થાનક. અરિહંત = ઘાતીકર્મરૂપ અંતરંગ શત્રુઓનો નાશ કરેલ તીર્થંકર ભગવાન. અલાભ = આવશ્યક વસ્તુની અપ્રાપ્તિ.
અલેશી = લેશ્યા વગરના (સિદ્ધ પરમાત્મા).
અલોક / અલોકાકાશ = જેમાં જીવાદિ છ દ્રવ્યો નથી એવું જગતની બહારનું આકાશ.
For Personal & Private Use Only
૪૯૮
www.jainelibrary.org